________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
માનતો. તે સમયે જે જ્ઞાનપરિણમન થયું તે જ્ઞાનપરિણમનની સાથે સમ્યકશ્રધ્ધા, આનંદ, પુરુષાર્થ વગેરેનું પરિણમન પણ ભેગું જ છે) તે જ જ્ઞાતાનું કાર્ય છે. આ રીતે જ્ઞાની પોતાના નિર્મળ જ્ઞાન-આનંદ વગેરે પરિણામોનો ર્જા છે, પણ રાગનો કે પરનો ર્જા નથી.
[૧૪૪] “અકાર્યકારણશક્તિ અને પર્યાયમાં તેનું પરિણમન.
જ્ઞાની જાણે છે કે મારામાં અકાર્યકારણશક્તિ છે, હું કારણ થઈને પરનું કાર્ય કરું, કે પર વસ્તુ કારણ થઈને મારું કાર્ય કરે-એવું પર સાથે કાર્યકારણપણું મારે નથી. અરે ! અંતરમાં જ્ઞાન કારણ થઈને રાગને કાર્યપણે ઉપજાવે, અથવા તો રાગને કારણે બનાવીને જ્ઞાન તેના કાર્યપણે ઊપજે, –એવું જ્ઞાન અને રાગને પણ કાર્યકારણપણું નથી. આવી અકાર્યકારણશક્તિ આત્મામાં છે.
પ્રશ્ન-અકાર્યકારણપણું તો દ્રવ્યમાં જ છે ને?
ઉત્તર-દ્રવ્યમાં અકાર્યકારણશક્તિ છે–એમ માન્યું કોણે?-પર્યાયે. જે પર્યાયે દ્રવ્યસન્મુખ થઈને અકાર્યકારણશક્તિને માની, તે પર્યાય દ્રવ્યની સાથે અભેદ થઈને પોતે પણ અકાર્યકારણરૂપ થઈ ગઈ છે; એ રીતે પર્યાયમાં પણ અકાર્યકારણપણું છે. બીજી રીતે કહો તો, જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જે પર્યાય અભેદ થઈ તે પર્યાયમાં રાગનું કે પરનું ર્તાપણું નથી, તે તો જ્ઞાયકભાવરૂપ જ છે. [૧૪૫] આત્મા પરનો ઉત્પાદક નથી.
જુઓ, ભાઈ ! જેને પોતાના આત્માનું હિત કરવાની ગરજ થઈ હોય-એવા જીવને માટે આ વાત છે. અંતરની લોકોત્તરદષ્ટિની આ વાત છે, લૌકિક વાતની સાથે આ વાતનો મેળ ખાય તેમ નથી. લૌકિકમાં તો અત્યારે એવી ઝુંબેશ ચાલે છે કે ““અનાજનું ઉત્પાદન વધારો ને વસ્તીનું ઉત્પાદન ઘટાડો.'' અહીં તો લોકોત્તરદષ્ટિની વાત છે કે ભાઈ ! તું પરનો ઉત્પાદક નથી, તું તો જ્ઞાન છો. “અરે! અભક્ષ્ય ચીજ ખાઈને પણ અનાજ બચાવો''—એમ કહેનાર તો અનાર્યદષ્ટિવાળા છે, એવાની વાત તો દૂર રહી, પણ અહીં તો કહે છે કે આત્મા ક્ન થઈને પરને ઉપજાવે કે પરને ઊપજતું અટકાવે-એમ માનનાર પણ મૂઢ મિથ્યાદષ્ટિ છે. જ્ઞાનીને તો અંતરમાં રાગનું પણ અર્તાપણું છે-એ વાત તો હજી આનાથી પણ સૂક્ષ્મ છે. [ ૧૪૬] “બધા માને તો સાચું '-એ વાત ખોટી ( સાચા સાક્ષી કોણ?)
પ્રશ્ન:-બધાય હા પાડે તો તમારું સાચું!
ઉત્તર:-અરે ભાઈ ! અમારે તો પંચપરમેષ્ઠી જ પંચ છે, એટલે પંચપરમેષ્ઠી માને તે સાચું. દુનિયાના અજ્ઞાની લોકો ભલે બીજું માને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com