________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩૯] પંચ તરીકે પરમેષ્ઠી, અને તેનો ફેંસલો.
પ્રશ્ન:-આ સંબંધમાં અત્યારે બહુ ઝઘડા (મતભેદો ચાલે છે, માટે આમાં “પંચ'ને વચ્ચે નાંખીને કાંઈક નીવેડો લાવો ને?
ઉત્તર:-ભાઈ, પંચપરમેષ્ઠીભગવાન જ અમારા “પંચ” છે. જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાયનું આ જે વસ્તુ સ્વરૂપ કહેવાય છે તે જ પ્રમાણે અનાદિથી પંચપરમેષ્ઠી ભગવંતો કહેતા આવ્યા છે, અને મહાવિદેહમાં બિરાજતા સીમંધરાદિ ભગવંતો અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. આ સિવાય અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે મને, પણ અહીં તો પંચપરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે. પંચપરમેષ્ઠી ભગવંતો આજ પ્રમાણે માનતા આવ્યા છે ને આજ પ્રમાણે કહેતા આવ્યા છે. જેને પંચપરમેષ્ઠી પદમાં ભળવું હોય તેણે પણ આજ પ્રમાણે માન્ય છૂટકો છે.
જુઓ, આ પંચનો ફેંસલો !
હે ભાઈ ! પંચપરમેષ્ઠી ભગવંતોમાં અરિહંત અને સિધ્ધ ભગવંતો સર્વજ્ઞ છેત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણનારા છે, એ સર્વજ્ઞતાને તું માને છે કે નથી માનતો ? -જો તું એ સર્વજ્ઞતાને ખરેખર માનતા હો તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો પણ સ્વીકાર થઈ જ ગયો.
-અને જો તું સર્વજ્ઞતાને ન માનતા હો તો તે “પંચ અને (–પંચપરમેષ્ઠી ભગવંતોને) જ ખરેખર માન્યા નથી.
નમો રિહંતાઈ ને નમો સિદ્ધા' એમ દરરોજ બોલે, પણ અરિહંત અને સિદ્ધભગવાન કેવળજ્ઞાન સહિત છે, –તેઓ ત્રણકાળ ત્રણલોકને જાણે છે અને તે જ પ્રમાણે થાય છે–એમ માને તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો સ્વીકાર આવી જ જાય છે. આત્માની સંપૂર્ણ જ્ઞાનશક્તિને અને ક્રમબદ્ધ-પર્યાયને જે નથી માનતો તે પંચપરમેષ્ઠી ભગવંતોને પણ યથાર્થ સ્વરૂપે નથી માનતો. માટે જેણે ખરેખર પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખવા હોય તેણે બરાબર નિર્ણય કરીને આ વાત માનવી.
–આવો પંચનો ફેંસલો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com