________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
જ્ઞાયકસ્વભાવના આશ્રયે ચારિત્રદશા થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયકસ્વભાવના આશ્રયે આનંદ પ્રગટે, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ,
જ્ઞાયકસ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ; જુઓ, આ વસ્તુસ્થિતિ! પુરુષાર્થ ઊડે નહિ ને ક્રમ પણ તૂટે નહિ. જ્ઞાયકસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરેનો પુરુષાર્થ થાય છે, અને તેવી નિર્મળદશાઓ થતી જાય છે, છતાં પર્યાયનું ક્રમબદ્ધપણું તૂટતું નથી.
[ ૧૩૭] અજ્ઞાનીએ શું કરવું?
પ્રશ્ન-અમે તો અજ્ઞાની છીએ, અમારે શું કરવું? શું ક્રમબદ્ધ માનીને બેસી રહેવું?
ઉત્તર:-ભાઈ! અજ્ઞાનીએ પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો. સ્વસમ્મુખ પુરુષાર્થ વડે જ્યાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં ક્રમબદ્ધનો પણ નિર્ણય થયો અને પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળપર્યાયનો ક્રમ હતો તે જ પર્યાય આવીને ઊભી રહી. સ્વસમ્મુખ પુરુષાર્થ વગરની તો ક્રમબદ્ધની માન્યતા પણ સાચી નથી, જ્ઞાન-સ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં, જો કે પર્યાયનો ક્રમ આઘોપાછો થતો નથી તો પણ, સમ્યગ્દર્શન વગેરેનું પરિણમન થઈ જાય છે, ને અજ્ઞાનદશા છૂટી જાય છે. માટે, ““અજ્ઞાનીએ શું કરવું”” એનો ઉત્તર આ છે કે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને અજ્ઞાન ટાળવું. પ્રશ્નમાં એમ હતું કે ““શું અમારે બેસી રહેવું?''-પણ ભાઈ ! બેસી રહેવાની વ્યાખ્યા શું? આ જડ શરીર બેસી રહે–તેની સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી. અજ્ઞાની અનાદિથી રાગ સાથે એક્તાબુદ્ધિ કરીને તે રાગમાં જ બેઠો છે-રાગમાં જ સ્થિત છે, તેને બદલે જ્ઞાયક સ્વભાવમાં એક્તા કરીને તેમાં બેસે-એટલે કે એકાગ્ર થાય તો અજ્ઞાન ટળે ને સમ્યગ્દર્શનાદિ શુધ્ધતાનો અપૂર્વ ક્રમ શરૂ થાય.-આનું નામ ધર્મ છે.
[૧૩૮] એક વગરનું બધુંય ખોટું.
હું જ્ઞાતા જ છું ને પદાર્થો કમબધ્ધ પરિણમનારા છે એમ જે નથી માનતો, તે કેવળીભગવાનને નથી માનતો, આત્માના જ્ઞાનસ્વભાવને પણ નથી માનતો, પંચ પરમેષ્ઠી ભગવંતોને કે શાસ્ત્રને પણ તે નથી માનતો, જીવ-અજીવની સ્વતંત્રતા કે સાત તત્ત્વોને પણ તે નથી જાણતો, મોક્ષમાર્ગના પુરુષાર્થને પણ તે નથી જાણતો, દ્રવ્ય-ગુણ-પર્યાયનું ઉપાદાન-નિમિત્તનું નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ પણ તે નથી જાણતો. જ્ઞાનસ્વભાવનો નિર્ણય જેણે ન કર્યો તેનું કાંઈ પણ સાચું નથી. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે તો તેમાં બધા પડખાંનો નિર્ણય આવી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com