________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર
[૧૨૦] ક્રમબદ્ધપર્યાયમાં શું શું આવ્યું?
પ્રશ્ન-ક્રમબદ્ધ' કહેતાં ભૂતકાળની પર્યાય ભવિષ્યરૂપ, કે ભવિષ્યની પર્યાય ભૂતકાળરૂપ ન થાય-એ વાત તો બરાબર, પણ આ સમયે આ પર્યાય આવી જ થશે-એ વાત આ ક્રમબદ્ધપર્યાયમાં કયાં આવી?
ઉત્તર-ક્રમબદ્ધપર્યાયમાં જે સમયના જે પરિણામ છે તે સત્ છે, અને તે પરિણામનું સ્વરૂપ કેવું હોય તે પણ તેમાં ભેગું જ આવી જાય છે. હું જ્ઞાયક છું,” તો મારા જ્ઞયપણે સમસ્ત પદાર્થોના ત્રણે કાળના પરિણામ ક્રમબદ્ધ સત્ છે– એવો નિર્ણય તેમાં થઈ જાય છે. જો આમ ન માને તો તેણે પોતાના જ્ઞાયકસ્વભાવના પૂરા સામર્થ્યને જ નથી માન્યું. હું જ્ઞાયક છું ને પદાર્થોમાં ક્રમબદ્ધપર્યાય થાય છે-એ વાત જેને નથી બેસતી તેને નિશ્ચયવ્યવહારના કે નિમિત્ત ઉપાદાન વગેરેના બધા ઝઘડા ઊભા થાય છે, પણ જો આ નિર્ણય કરે તો બધા ઝઘડા ભાગી જાય, ને ભૂલ ભાંગીને મુક્તિ થયા વિના રહે નહિ.
[૧૨૧] જ્યાં રુચિ ત્યાં જોર.
નિમિત્તથી ને વ્યવહારથી તો આત્મા કર્મનો í છે ને!—એમ અજ્ઞાની જોર આપે છે; પણ ભાઈ ! તારું જોર ઊંધું છે; તું કર્મ તરફ જોર આપે છે પણ “આત્મા અર્જા છે-જ્ઞાન જ છે' એમ જ્ઞાયક ઉપર જોર કેમ નથી આપતો? જેને જ્ઞાયકની રુચિ નથી ને રાગની રુચિ છે તે જ કર્મના íપણા ઉપર જોર આપે છે.
ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય કરનાર કાળના પ્રવાહૂ સામે નથી જોતો, પણ જ્ઞાયકસ્વભાવ સામે જુએ છે. કેમ કે વસ્તુની કમબધ્ધપર્યાય કાંઈ કાળને લીધે થતી નથી. કાળદ્રવ્ય તો પરિણમનમાં બધાય દ્રવ્યોને એક સાથે નિમિત્ત છે, છતાં કોઈ પરમાણુ સ્કંધમાં જોડાય, તે જ વખતે બીજો તેમાંથી છૂટો પડે, એક જીવ સમ્યગ્દર્શન પામે ને બીજો જીવ તે જ વખતે કેવળજ્ઞાન પામી જાય, –એ પ્રમાણે જીવ-અજીવ દ્રવ્યોમાં પોતપોતાની યોગ્યતા પ્રમાણે ભિન્નભિન્ન અવસ્થારૂપે ક્રમબદ્ધ પરિણામ થાય છે. માટે, પોતાના જ્ઞાનપરિણામનો પ્રવાહ જ્યાંથી વહે છે-એવા જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને જ ક્રમબદ્ધપર્યાયનું યથાર્થજ્ઞાન થાય છે
[૧૨૨] તદ્રુપ અને કદ્રુપ; ( જ્ઞાનીને દિવાળી, અજ્ઞાનીને હોળી.)
ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતું દ્રવ્ય પોતાના પરિણામ સાથે “તદ્રુપ” છે; એમ ન માનતાં બીજો ક્ન માને તો તેણે દ્રવ્ય સાથે પર્યાયને તદ્રુપ ન માની પણ પર સાથે તદ્રુપ માની તેથી તેની માન્યતા “કદ્રુપ' થઈ-મિથ્યા થઈ. પર્યાયને અંતરમાં વાળીને જ્ઞાયકભાવ સાથે તદ્રુપ કરવી જોઈએ, તેને બદલે પર સાથે તદ્રુપ માનીને કદ્રુપ કરી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com