________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. અજીવ નથી; એવી રીતે અજીવ પણ પોતાનાં ક્રમબદ્ધપરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી. જીવ તે અજીવની પર્યાયને કરે, કે અજીવ તે જીવની પર્યાયને કરે, એમ જે માને તેને જીવ અજીવના ભિન્નપણાની પ્રતીત રહેતી નથી એટલે કે મિથ્યાશ્રદ્ધા થઈ જાય છે.
[ ૧૦૮] અભાવ છે ત્યાં “પ્રભાવ” કઈ રીતે પાડે?
પ્રશ્ન:-એક બીજાનું કાંઈ કરે તો નહિ, પણ પરસ્પર નિમિત્ત થઈને પ્રભાવ તો પાડે
ને?
ઉત્તર:-કઈ રીતે પ્રભાવ પાડે?–શું પ્રભાવ પાડીને પરની અવસ્થાને કોઈ ફેરવી શકે છે? કાર્ય થયું તેમાં નિમિત્તનો તો અભાવ છે તો તેણે પ્રભાવ કઈ રીતે પાડ્યો? જીવ પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્ છે, પણ પર વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ તે અસત્ છે, એટલે પરદ્રવ્યની અપેક્ષાએ તે અદ્રવ્ય છે, પરક્ષેત્રની અપેક્ષાએ તે અક્ષેત્ર છે, પરકાળની અપેક્ષાએ તે અકાળ છે, ને પર વસ્તુના ભાવની અપેક્ષાએ તે અભાવરૂપ છે; તેમજ આ જીવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ બીજી બધી વસ્તુઓ અદ્રવ્ય-અક્ષેત્ર-અકાળ ને અભાવ રૂપ છે. તો પછી કોઈ કોઈનામાં પ્રભાવ પાડે એ વાત રહેતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર ને ભાવને તો સ્વતંત્ર કહે, પણ કાળ એટલે કે સ્વપર્યાય તે પરને લીધે (નિમિત્તનેલીધે ) થાય એમ માને તે પણ સ્વતંત્ર વસ્તુસ્વરૂપને સમજ્યો નથી. દરેક વસ્તુ સમયે-સમયે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એટલે કે તેનો સ્વકાળ પણ પોતાથી –સ્વતંત્ર છે
એક પંડિતજી એમ કહે છે, કે “અમુક અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવમાં એવી શક્તિ છે કે નિમિત્ત થઈને બીજામાં પ્રભાવ પાડે'' પણ જો નિમિત્ત પ્રભાવ પાડીને પરની પર્યાય ફેરવી દેતું હોય તો બે વસ્તુની ભિન્નતા જ કયાં રહી? પ્રભાવ પડવાનું કહેવું તે તો ફક્ત ઉપચાર છે. જો પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પોતાની પર્યાય થવાનું માને તો, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પોતે નથી-એમ થઈ જાય છે એટલે પોતાની નાસ્તિ થઈ જાય છે. એ જ પ્રમાણે પોતે નિમિત્ત થઈને પરની અવસ્થાને કરે તો સામી વસ્તુની નાતિ થઈ જાય છે. તેમજ, કોઈ દ્રવ્ય પરનું કાર્ય કરે તો તે દ્રવ્ય પરરૂપે છે–એમ થઈ ગયું એટલે પોતે પોતાપણે ન રહ્યું. જીવના સ્વકાળમાં જીવ છે ને અજીવના સ્વકાળમાં અજીવ છે; કોઈ કોઈના નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com