________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૫૦
જ્ઞાયકસ્વભાવની પ્રતીત વડે સાધકદશા તે મોક્ષમાર્ગ, અને જ્ઞાયકસ્વભાવ પૂરો ખીલી જાય તે કેવળજ્ઞાન ને મોક્ષ.
[ ૧૦૪ ] દરેક દ્રવ્ય ‘નિજ-ભવન ’માં જ બિરાજે છે.
જગતમાં દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાય સાથે તદ્રુપ છે, પણ પર સાથે તદ્રુપ નથી. પોતપોતાના ભાવનું જે ‘ભવન’ છે તેમાં જ દરેક દ્રવ્ય બિરાજે છે. જીવના ગુણપર્યાયો તે જીવનો ભાવ છે ને જીવ ભાવવાન છે, અજીવના ગુણ-પર્યાયો તે તેનો ભાવ છે ને અજીવ ભાવવાન છે. પોતપોતાના ભાવનું જે ભવન-એટલે કે પરિણમન-તેમાં જ સૌ દ્રવ્ય બિરાજે છે. જીવના ભવનમાં અજીવ ગરતો નથી-પ્રવેશતો નથી. ને અજીવના ભવનમાં જીવ ગરતો નથી. એ જ પ્રમાણે એક જીવના ભવનમાં બીજો જીવ ગરતો નથી તેમજ એક અજીવના ભવનમાં બીજો અજીવ ગરતો નથી. જીવ કે અજીવ દરેક દ્રવ્ય પોતપોતાના નિજ–ભવનમાં (નિજ પરિણમનમાં) બિરાજે છે, પોતાના નિજ-ભવનમાંથી બહાર નીકળીને બીજાના ભવનમાં કોઈ દ્રવ્ય જતું નથી.
સુષ્ટિ-તરંગિણીમાં છ મુનિઓનો દાખલો આપીને કહ્યું છે કેઃ જેમ એક ગુફામાં ઘણા કાળથી છ મુનિરાજ રહે છે, પરંતુ કોઈ કોઈથી મોહિત નથી, ઉદાસીનતા સહિત એક ગુફામાં રહે છે, છએ મુનિવરો પોતપોતાના સ્વરૂપસાધનમાં એવા લીન છે કે બીજા મુનિઓ શું કરે છે તેના ઉપર લક્ષ જતું નથી, એક બીજાથી નિરપેક્ષપણે સૌ પોતપોતામાં એકાગ્રપણે બિરાજે છે. તેમ આ ચૌદ બ્રહ્માંડરૂપી ગુફામાં જીવાદિ છએ દ્રવ્યો એક બીજાથી નિરપેક્ષપણે પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે, કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી, બધા દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાયોમાં જ રહેલા છે; જગતની ગુફામાં છએ દ્રવ્યો સ્વતંત્રપણે પોતપોતાના સ્વરૂપમાં પરિણમી રહ્યા છે. તેમાં ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવવાળો છે, આત્મા સિવાયના પાંચે દ્રવ્યોમાં જ્ઞાયકપણું નથી.
[૧૦૫ ] આ વાત નહિ સમજનારાઓની કેટલીક ભ્રમણાઓ.
આત્મા જ્ઞાયક છે, ને જ્ઞાયકસ્વભાવે પરિણમતો તે ક્રમબદ્ધપર્યાયોનો જ્ઞાતા જ છે. આમાં જ્ઞાયકસ્વભાવની ષ્ટિનું અનંતુ જોર આવે છે, તે નહિ સમજનારા અજ્ઞાની મૂઢ જીવોને આમાં એકાંત નિયતપણું જ ભાસે છે, પણ તેની સાથે સ્વભાવ અને પુરુષાર્થ, શ્રદ્ધા અને જ્ઞાન વગેરે આવી થાય છે તે તેને ભાસતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com