________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯
આત્માનું જ્ઞાયકપણું રાખીને તે બધી વાત છે. જ્ઞાયકપણું ચૂકીને કે ક્રમબદ્ધપણું તોડીને તે વાત નથી. પ્રતિષ્ઠા કરાવનારને તે પ્રકારનો વિકલ્પ હોય છે અને માટી વગેરેની તેવી ક્રમબદ્ધપર્યાય થાય છે–તેની ત્યાં ઓળખાણ કરાવી છે, પણ અજીવની પર્યાયને જીવ કરી દે છે એમ નથી. બતાવવું. પ્રતિષ્ઠામાં “સિદ્ધચક્રમંડલવિધાન ”ને “યાગમંડલ-વિધાન” વગેરેના મોટા મોટા રંગબેરંગી મંડલ રચાય, ને શાસ્ત્રમાં પણ તેનો ઉપદેશ આવે, છતાં પણ તે બધું ક્રમબદ્ધ જ છે; શાસ્ત્રમાં તેનો ઉપદેશ આપ્યો તેથી કાંઈ તેનું ક્રમબદ્ધપણું ફરી ગયું કે જીવ તેનો ક્ત થઈ ગયો એમ નથી. જ્ઞાતા તો પોતાને જાણતો થકો તેને પણ જાણે છે. ને પોતે પોતાના જ્ઞાયકભાવરૂપ ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે.
એ જ રીતે સમિતિના ઉપદેશમાં પણ “જોઈને ચાલવું, વિચારીને બોલવું, જતનાથી વસ્તુ લેવી-મૂકવી” ઇત્યાદિ કથન આવે, પણ તેનો આશય શરીરની ક્રિયાને જીવ કરી શકે છે-એમ બતાવવાનો નથી મુનિદશામાં તે તે પ્રકારનો પ્રમાદભાવ થતો જ નથી, હિંસાદિનો અશુભભાવ થતો જ નથી–એવું જ મુનિદશાની ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ છે-તે ઓળખાવ્યું છે. નિમિત્તથી કથન કરીને સમજાવે, તેથી કાંઈ ક્રમબદ્ધ-પર્યાયનો સિદ્ધાંત તૂટી જતો નથી.
[ ૧૦૩] સ્વયં પ્રકાશી જ્ઞાયક.
શરીર વગેરેનો એકેક પરમાણુ સ્વતંત્રપણે તેની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમી રહ્યો છે, તેને બીજો કોઈ અન્યથા ફેરવી શકે એમ ત્રણકાળમાં બનતું નથી. અહો ! ભગવાન આત્મા તો સ્વયં પ્રકાશી છે, પોતાના જ્ઞાયકભાવ વડે તે સ્વ-પરનો પ્રકાશક જ છે. પણ અજ્ઞાનીને એ જ્ઞાયકસ્વભાવની વાત બેસતી નથી. હું જ્ઞાયક, ક્રમબદ્ધ-પર્યાયો જેમ છે તેમ તેનો હું જાણનાર છું, -જાણનાર જ છું પણ કોઈનો ફેરવનાર નથી-આવી સ્વસમ્મુખ પ્રતીત ન કરતાં, અજ્ઞાની જીવ ક્ન થઈને પર ફેરવવાનું માને છે, તે મિશ્યામાન્યતા જ સંસારભ્રમણનું મૂળ છે.
બધા જીવો સ્વયંપ્રકાશી જ્ઞાયક છે; તેમાં
(૧) કેવળીભગવાન “પૂરા જ્ઞાયક છે; (તેમને જ્ઞાયકપણું પૂર વ્યક્ત થઈ ગયું
છે. (૨) સમકતિ-સાધક “અધૂરા જ્ઞાયક' છે; (તેમને પૂર્ણજ્ઞાયકપણું પ્રતીતમાં આવી
ગયું છે, પણ હજી પૂરું વ્યક્ત થયું નથી.) (૩) અજ્ઞાની “વિપરીત-જ્ઞાયક છે; તેને પોતાના જ્ઞાયકપણાની ખબર નથી.)
જ્ઞાયક સ્વભાવની અપ્રતીત તે સંસાર,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com