________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૩
વળી નિમિત્તનું બલવત્તરપણું બતાવવા ભુંડણીના દૂધનું દષ્ટાંત આપે છે કે ભુંડણીના પેટમાં દૂધ તો ઘણું ભર્યું છે, પણ બીજો તે કાઢી શક્તો નથી, તેના નાના-નાના બચ્ચાંઓના આકર્ષક મોઢાનું નિમિત્ત પામીને તે દૂધ ઝટ તે બચ્ચાંઓના ગળામાં ઊતરી જાય છે.-માટે જુઓ, નિમિત્તનું કેવું સામર્થ્ય છે!—એમ કહે છે, પણ ભાઈ રે ! દૂધનો એકેક રજકણ તેના સ્વતંત્ર ક્રમબદ્ધસ્વભાવથી જ પરિણમી રહ્યો છે. એ જ પ્રમાણે “હળદર ને ખારો ભેગો થતાં લાલ રંગ થયો, માટે ત્યાં એકબીજા ઉપર પ્રભાવ પડીને નવી અવસ્થા થઈ કે નહિ?' 'એમ પણ કોઈ કહે છે, પણ તે વાત સાચી નથી. હળદર અને ખારાના રજકણો ભેગા થયા જ નથી, તે બંનેના દરેક રજકણ સ્વતંત્રપણે પોતપોતાના ક્રમબદ્ધપરિણામથી જ તેવી અવસ્થારૂપે ઊપજ્યા છે, કોઈ બીજાને કારણે તે અવસ્થા નથી થઈ. જેમ હારમાં અનેક મોતી ગૂંથાયેલા છે, તેમ દ્રવ્યમાં અનાદિ અનંત પર્યાયોની હારમાળા છે, તેમાં દરેક પર્યાયરૂપી મોતી ક્રમસર ગોઠવાયેલું છે.
[૧૯] દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાય સાથે તદ્રુપ છે.
પહેલાં તો આચાર્યદેવે મૂળ નિયમ બતાવ્યો કે જીવ અને અજીવ બંને દ્રવ્યો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે; હવે તેનું દષ્ટાંત તથા હેતુ આપે છે. અહીં દાંત પણ “સુવર્ણ ”નું આપ્યું છે, -સોનાને કદી કાટ નથી લાગતો તેમ આ મૂળભૂત નિયમ કદી ફરતો નથી. જેમ કંકણ વગેરે પર્યાયોરૂપે ઊપજતા સુવર્ણને પોતાના કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે, તેમ સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદામ્ય છે. સોનામાં બંગડી વગેરે જે અવસ્થા થઈ, ને અવસ્થારૂપે સોનું પોતે ઊપસ્યું છે, સોની નહિ; જો સોની તે અવસ્થા કરતો હોય તો તેમાં તે તદ્રુપ હોવો જોઈએ. પરંતુ સોની અને હથોડી તો એક કોર જુદા રહેવા છતાં તે કંકણ પર્યાય તો રહે છે, માટે સોની કે હથોડી તેમાં તદ્રુપ નથી, સોનું જ પોતાની કંકણ આદિ પર્યાયમાં તદ્રુપ છે. એ પ્રમાણે બધાય દ્રવ્યોને પોતપોતાના પરિણામ સાથે જ તાદામ્ય છે, પર સાથે નહિ.
જુઓ, આ ટેબલ પર્યાય છે, તેમાં તે લાકડાના પરમાણુઓ જ તદ્રુપ થઈને ઊપજ્યા છે; સુતાર કે કરવતના કારણે તે અવસ્થા થઈ એમ નથી. જો તે અવસ્થા સુતારે કરી હોય તો સુતાર તેમાં તન્મય હોવા જોઈએ. પરંતુ અત્યારે સુતાર કે કરવત નિમિત્તપણે ન હોવા છતાં પણ તે પરમાણુઓમાં ટેબલ પર્યાય તો વર્તે છે; માટે નક્કી થાય છે કે તે સુતારનું કે કરવતનું કાર્ય નથી. આ પ્રમાણે દરેક વસ્તુને પોતાની કમબદ્ધ ઊપજતી પર્યાય સાથે જ તાદાભ્યપણું છે, પરંતુ જોડે સંયોગરૂપે રહેલી બીજી ચીજ સાથે તેને તાદાભ્યપણું નથી. આમ હોવાથી જીવને અજીવની સાથે કાર્ય-કારણપણું નથી, તેથી જીવ અર્જા છે-એ વાત આચાર્યદવ યુક્તિપૂર્વક સિદ્ધ કરશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com