________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫.
સાથે તેને અનન્યપણું-એકપણું છે, અજીવ સાથે તેને અનન્યપણું નથી માટે તેને અજીવ સાથે કાર્યકારણપણું નથી. દરેક દ્રવ્યને પોતે જે પરિણામપણે ઊપજે છે તેની સાથે જ અનન્યપણું છે, બીજાના પરિણામ સાથે તેને અનન્યપણું નથી તેથી તે અર્જા છે. આત્મા પણ પોતાના જ્ઞાયકભાવપણે ઊપજતો થકો તેની સાથે તન્મય છે, તે પોતાના જ્ઞાનપરિણામ સાથે એકમેક છે, પણ પર સાથે એકમેક નથી, માટે તે પરનો અર્તા છે. જ્ઞાયકપણે ઊપજતા જીવને કર્મ સાથે એકપણું નથી, માટે તે કર્મનો ક્ત નથી; જ્ઞાયકદૃષ્ટિમાં તે નવા કર્મબંધનને નિમિત્ત પણ થતો નથી માટે તે અર્જા જ છે.
[૧૧૧] કર્મના ર્તાપણાનો વ્યવહાર કોને લાગુ પડે?
પ્રશ્ન-આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહારથી તો આત્મા કર્મનો í છે ને?
ઉત્તરઃ-જ્ઞાયકસ્વરૂપ આત્મા ઉપર જેની દષ્ટિ નથી ને કર્મ ઉપર દષ્ટિ છે, એવો મિથ્યાદષ્ટિ જીવ જ કર્મનો વ્યવહારે í છે-એ વાત આચાર્યદવ હવેની ગાથાઓમાં કહેશે.
એટલે જેને હજી કર્મની સાથેનો સંબંધ તોડીને જ્ઞાયકભાવરૂપે નથી પરિણમવું પણ કર્મની સાથે ક્ન-કર્મપણાનો વ્યવહાર રાખવો છે, તે તો મિથ્યાષ્ટિ જ છે. મિથ્યાત્વાદિ જડકર્મના ર્તાપણાનો વ્યવહાર અજ્ઞાનીને જ લાગુ પડે છે, જ્ઞાનીને નહિ.
પ્રશ્ન: તો પછી જ્ઞાનીને કયો વ્યવહાર?
ઉત્તરઃ-જ્ઞાનીના જ્ઞાનમાં તો પોતાના જ્ઞાયકસ્વભાવને જાણવાની મુખ્યતા છે, અને મુખ્ય તે નિશ્ચય છે, તેથી પોતાના જ્ઞાયકસ્વભાવને જાણવો તે નિશ્ચય છે; અને સાધકદશામાં વચ્ચે જે રાગ રહ્યો છે તેને જાણવો તે વ્યવહાર છે, જ્ઞાનીને આવા નિશ્ચયવ્યવહાર એક સાથે વર્તે છે. પરંતુ-મિથ્યાત્વાદિ કર્મપ્રકૃતિના બંધનમાં નિમિત્ત થાય કે તેનો વ્યવહાર ક્ત થાય એવો વ્યવહાર જ્ઞાનીને હોતો જ નથી. તેને જ્ઞાયકદષ્ટિના પરિણમનમાં કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તૂટી ગયો છે. હવેની ગાથાઓમાં આચાર્યદવ આ વાત વિસ્તારથી સમજાવશે.
[ ૧૧૨] વસ્તુનો કાર્યકાળ.
કાર્યકાળ કહો કે ક્રમબદ્ધપર્યાય કહો; જીવનો જે કાર્યકાળ છે તેમાં ઊપજતો થકો જીવ તેનાથી અનન્ય છે, ને અજીવના કાર્યકાળથી તે ભિન્ન છે. જીવની જે પર્યાય થાય તેમાં અનન્યપણે જીવદ્રવ્ય ઊપજે છે. તે વખતે જગતના બીજા જીવ-અજીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com