________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૫૬
દ્રવ્યો પણ સૌ પોતપોતાના કાર્યકાળે-ક્રમબદ્ધપર્યાયે-ઊપજે છે, પણ તે કોઈની સાથે આ જીવને એક્તા નથી.
છે?
તેમજ, અજીવનો જે કાર્યકાળ છે તેમાં ઊપજતું થયું અજીવ તેનાથી અનન્ય છે, ને જીવના કાર્યકાળથી તે ભિન્ન છે. અજીવના એકેક પરમાણુની જે પર્યાય થાય તેમાં અનન્યપણે તે પરમાણુ ઊપજે છે, તેને બીજાની સાથે એક્તા નથી. શરીર ચાલે, ભાષા બોલાય ઇત્યાદિ પર્યાયપણે અજીવ ઊપજે છે, તે અજીવની ક્રમબદ્ધપર્યાય છે, જીવને લીધે તે પર્યાય થતી નથી.
[૧૧૭] નિષેધ કોનો ? નિમિત્તનો કે નિમિત્તાધીન દૃષ્ટિનો ?
પ્રશ્ન:-આપ ક્રમબદ્ધપર્યાય હોવાનું કહો છો તેમાં નિમિત્તનો તો નિષેધ થઈ જાય
ઉત્ત૨:-ક્રમબદ્ધપર્યાય માનતાં નિમિત્તનો સર્વથા નિષેધ નથી થઈ જતો, પણ નિમિત્તા-ધીનદષ્ટિનો નિષેધ થઈ જાય છે. પર્યાયમાં અમુક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભલે હો, પણ અહીં જ્ઞાયકષ્ટિમાં તેની વાત નથી. ક્રમબદ્ધપર્યાય માનતાં નિમિત્ત હોવાનો સર્વથા નિષેધ પણ નથી થતો, તેમજ નિમિત્તને લીધે કાંઈ થાય-એ વાત પણ રહેતી નથી. નિમિત્ત પદાર્થ તેના ક્રમબદ્ધસ્વકાળે તેનામાં ઊપજે છે, ને નૈમિત્તિકપદાર્થ પણ પોતાના સ્વકાળે પોતામાં ઊપજે છે, આમ બન્નેનું ભિન્નભિન્ન પોતપોતામાં પરિણમન થઈ જ રહ્યું છે. · ‘ ઉપાદાનમાં પર્યાય થવાની યોગ્યતા તો છે, પણ જો નિમિત્ત આવે તો થાય ને ન આવે તો ન થાય ’’–એ માન્યતા મિથ્યાદષ્ટિની છે. પર્યાય થવાની યોગ્યતા હોય ને ન થાય એમ બને જ નહિ. તેમજ અહીં ક્રમબદ્ધપર્યાય થવાનો કાળ હોય ને તે વખતે તેને યોગ્ય નિમિત્ત ન હોય–એમ પણ બને જ નહિ. જો કે નિમિત્ત તે પરદ્રવ્ય છે, તે કાંઈ ઉપાદાનને આધીન નથી. પરંતુ તે પરદ્રવ્ય તેના પોતાને માટે તો ઉપાદન છે, ને તેનું પણ ક્રમબદ્ધ પરિણમન થઈ રહ્યું છે. અહીં આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવસન્મુખના ક્રમબધ્ધપરિણમનથી છઠ્ઠાસાતમા ગુણસ્થાનની ભાવલિંગી મુનિદશા પ્રગટે, ત્યાં નિમિત્તમાં દ્રવ્યલિંગ તરીકે શરીરની દિગંબરદશા જ હોય-એવો તેનો ક્રમ છે. કોઈ મુનિરાજ ધ્યાનમાં બેઠા હોય ને કોઈ અજ્ઞાની આવીને તેમના શરીર ઉ૫૨ વસ્ત્ર નાંખી જાય તો તે કાંઈ પરિગ્રહ નથી, તે તો ઉપસર્ગ છે. સમ્યગ્દર્શન થયું ત્યાં કુદેવાદિને માને એવું ક્રમબધ્ધપર્યાયમાં હોય નહિ, તેમજ મુનિદશા થાય ત્યાં વસ્ત્ર-પાત્ર રાખે એવું ક્રમબદ્ધપર્યાયમાં હોય નહિ, એ પ્રમાણે બધી ભૂમિકાને યોગ્ય સમજી લેવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com