________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૯
एक परिनाम के न करता दरव दोइ,
दोइ परिनाम एक दर्वं न धरतु है। एक करतूति दोइ दर्वं कबहूं न करें दोइ करतूति एक दर्वं न करतु है।। जीव पुदगल एक खेत-अवगाही दोउ, अपनें अपनें रुप कोउ न टरतु है। जड परनामनिकौ करता है पुदगल, चिदानंद चेतन सुभाउ आचरतु है।। १० ।।
અર્થાત્ એક પરિણામના ક્ત બે દ્રવ્ય ન હોય; એક દ્રવ્ય બે પરિણામને ન કરે. એક ક્રિયાને બે દ્રવ્ય કદી ન કરે, તેમ જ એક દ્રવ્ય બે ક્રિયાને ન કરે.
જીવ અને પુદ્ગલ જો કે એક ક્ષેત્રે રહેલાં છે તો પણ પોતપોતાના સ્વભાવને કોઈ છોડતા નથી. પુદ્ગલ તો તેના જડ પરિણામોનું í છે, અને ચિદાનંદ આત્મા પોતાના ચેતન સ્વભાવને આચરે છે-કરે છે.
–આ પ્રમાણે દરેક દ્રવ્યના ભિન્ન ભિન્ન સ્વતંત્ર પરિણમનને જ્યાં સુધી જીવ ન જાણે ત્યાં સુધી પરથી ભેદજ્ઞાન થાય નહિ ને સ્વભાવમાં એક્તા પ્રગટે નહિ, એટલે સમ્યગ્દર્શનાદિ કાંઈ થાય નહિ. [૧૧૬] પર્યાયમાં જે તન્મય હોય તેજ તેનો í.
ક્રમબધ્ધપરિણામે પરિણમતું દ્રવ્ય પોતાની પર્યાય સાથે એકમેક છે, એ સિધ્ધાંત સમજાવવા આચાર્યદવ અહીં સોનાનું દષ્ટાંત આપે છે. જેમ સોનામાં કુંડળ વગેરે જે અવસ્થા થઈ તેની સાથે તે સોનું એકમેક છે, જુદું નથી; સોનાની અવસ્થાથી સોની જુદો છે પણ સોનું જુદું નથી. તેમ જગતના જીવ કે અજીવ બધાય દ્રવ્યો પોતપોતાની જે અવસ્થા થાય છે તેની સાથે એકમેક છે, બીજા સાથે એકમેક નથી, માટે તે બીજાના અર્ધા છે. જે પર્યાય થઈ, તે પર્યાયમાં જે તન્મય હોય તે જ તેનો ર્જા હોય, પણ તેનાથી જે જુદો હોય તે તેનો í ન હોય-એ નિયમ છે. જેમ કે
ઘડો થયો, ત્યાં તે ઘડારૂપ અવસ્થા સાથે માટીના પરમાણુઓ એકમેક છે, પણ કુંભાર તેની સાથે એકમેક નથી, માટે કુંભાર તેનો અર્જા છે,
વસ્ત્ર થયું, ત્યાં તે વસ્ત્રરૂપ પર્યાય સાથે તાણાવાણાના પરમાણુઓ એકમેક છે, પણ વણકર તેની સાથે એકમેક નથી, માટે તે તેનો અર્તા છે.
કબાટ થયો, ત્યાં તે કબાટની અવસ્થા સાથે લાકડાના પરમાણુઓ એકમેક છે, પણ સુતાર તેની સાથે એકમેક નથી, માટે તે તેનો અર્તા છે.
રોટલી થઈ, ત્યાં રોટલીની અવસ્થા સાથે લોટના પરમાણુઓ એકમેક છે, પણ બાઈ (રસોઈ કરનાર) તેની સાથે એકમેક નથી, માટે બાઈ રોટલીની અર્ધા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com