________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૫૮
"
-એ બધા પ્રશ્નો એક જ જાતના-નિમિત્તાધીન દષ્ટિવાળાના−છે. એ જ પ્રમાણે ગુરુશિષ્ય, ક્ષાયક સમ્યક્ત્વ અને કેવળી-શ્રુતકેવળી, વગેરે બધામાં સમજી લેવું. જગતમાં જીવ કે અજીવ દરેક દ્રવ્ય પોતપોતાના નિયમિત સ્વકાળની યોગ્યતાથી જ પરિણમે છે, તે વખતે બીજી ચીજ નિમિત્તપણે હોય તે ‘તે: ‘ ધર્માસ્તિાયવત્' કોઈ પણ કાર્ય થવામાં વસ્તુની * યોગ્યતા દી' નિશ્ચય કારણ છે, બીજું કારણ કહેવું તે ‘ગતિમાં ધર્માસ્તિકાયવત્ ’ ઉપચારમાત્ર છે, એટલે કે ખરેખર તે કારણ નથી, પોતાની ક્રમબધ્ધપર્યાયપણે વસ્તુ પોતે જ ઊપજે છે-એ નિયમ સમજે તો નિમિત્તાધીન દષ્ટિના બધા ગોટા નીકળી જાય. વસ્તુ એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ છે. એક સમયમાં પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે, તે જ સમયે પૂર્વ પર્યાયથી વ્યય પામે, ને તે જ સમયે સળંગતાપણે ધ્રુવ ટકી રહે-એમ ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ વસ્તુ પોતે વર્તે છે, એક વસ્તુના ઉત્પાદ-વ્યય-ધ્રુવમાં વચ્ચે કોઈ બીજું દ્રવ્ય ઘૂસી જાય-એમ બનતું નથી.
જેમ, ખરેખર મોક્ષમાર્ગ તો એક જ છે, પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે; નિશ્ચયરત્નત્રયને મોક્ષમાર્ગ કહેવો તે તો ખરેખર મોક્ષમાર્ગ છે, અને વ્યવહારરત્ન-ત્રયના રાગને મોક્ષમાર્ગ કહેવો તે ખરેખર મોક્ષમાર્ગ નથી, પણ ઉપચારમાત્ર છે;
તેમ, કાર્યનું કારણ ખરેખર એક જ છે. વસ્તુની યોગ્યતા તે જ ખરું કારણ છે, અને નિમિત્તને બીજું કારણ કહેવું તે ખરું કારણ નથી પણ ઉપચારમાત્ર છે;
એ જ પ્રમાણે, કાર્યનો ર્તા પણ એક જ છે, બે ર્તા નથી. બીજાને ર્તા કહેવો તે ઉપચારમાત્ર છે.
[ ૧૧૫ ] દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન જાણ્યા વિના ભેદજ્ઞાન થાય નહિ.
અહીં કહે છે કે દ્રવ્ય ઊપજતું થકું પોતાના પરિણામથી અનન્ય છે, એટલે તે પરિણામના ર્તા બે ન હોય. એક દ્રવ્યના પરિણામમાં બીજું દ્રવ્ય તન્મય ન થાય, માટે બે ર્તા ન હોય; તેમ જ એક દ્રવ્ય બે પરિણામમાં (પોતાના ને પરના બંનેના પરિણામમાં ) તન્મય ન થાય, માટે એક દ્રવ્ય બે પરિણામને ન કરે. નાટક-સમયસારમાં પં. બના૨સીદાસજી કહે છે કે
करता परिनामी दरव, करमरूप परिनाम ।
किरिया परजयकी फिरनी, वस्तु एक त्रय नाम।। ७ ।।
અર્થાત્–અવસ્થારૂપે જે દ્રવ્ય પરિણમે છે તે ર્ડા છે; જે પરિણામ થાય છે તે તેનું કર્મ છે; અને અવસ્થાથી અવસ્થાંતર થવું તે ક્રિયા છે. આ ર્ડા, કર્મ અને ક્રિયા વસ્તુપણે ભિન્ન નથી, એટલે કે તે ભિન્ન-ભિન્ન વસ્તુમાં રહેતા નથી. વળી–
Please inform us of any errors on rajesh@AtmaDharma.com