________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૫૧
કેટલાક લોકો આ વાત સાંભળ્યા પછી ક્રમબદ્ધપર્યાયની વાતો કરતા શીખ્યા છે, પણ તેનું ધ્યેય કયાં જાય છે ને તે સમજનારની દશા કેવી હોય તે જાણતા નથી, એટલે તેઓ પણ ભ્રમણામાં જ રહે છે.
“ આપણે નિમિત્ત થઈને ૫૨ની અવસ્થામાં ફેરફાર કરી દઈએ ’' એમ કેટલાક અજ્ઞાનીઓ માને છે તેઓ પણ મૂઢ છે.
પ્રશ્ન:-જો એમ છે, તો પચીસ માણસને જમવાનું કહીને પછી બેસી રહે તો શું એની મેળે રસોઈ વગેરે થઈ જશે !!
ઉત્તર:-ભાઈ, આ તો અંતર્દિષ્ટની ઊંડી વાત છે, એમ અદ્ધરથી બેસી જાય એવી આ વાત નથી. જેને જમવાનું કહેવાનો વિકલ્પ આવ્યો, તે કાંઈ વીતરાગ નથી, એટલે તેને વિકલ્પ આવ્યા વગર રહેશે નહિ; પરંતુ જીવને વિકલ્પ આવે તો પણ ત્યાં વસ્તુમાં ક્રમબદ્ધપણે જે અવસ્થા થવાની છે તેમ જ થાય છે. આ જીવ વિકલ્પ કરે છતાં સામી વસ્તુમાં તેવી અવસ્થા ન પણ થાય; માટે વિકલ્પને લીધે બહારનું કાર્ય થાય છે–એમ નથી. અને વિકલ્પ થાય તેના ઉપર પણ જ્ઞાનીની દૃષ્ટિનું જોર નથી.
[ ૧૦૬ ] ‘ જ્ઞાની શું કરે છે ’-તે અંતરદૃષ્ટિ વિના ઓળખાય નહિ.
પ્રશ્ન:-શરીરમાં રોગ થવો કે મટવો તે બધી અજીવની ક્રમબદ્ધપર્યાય છે-એમ જ્ઞાની જાણે છે, છતાં પણ તે દવા તો કરે છે, ખાય-પીયે-બધું કરે છે!
ઉત્ત૨:-અરે મૂઢ! તને જ્ઞાયકભાવની ખબર નથી એટલે તારી બાહ્યદષ્ટિથી તને જ્ઞાની એ બધું કરતા દેખાય છે, પણ જ્ઞાની તો પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપ૨ની દષ્ટિથી જ્ઞાયકભાવમાં જ તન્મયપણે પરિણમી રહ્યા છે, રાગમાં પણ તન્મય થઈને તે પરિણમતા નથી, ને ૫૨ની ર્કાબુદ્ધિ તો તેને સ્વપ્ને પણ રહી નથી. અંતર્દષ્ટિ વિના જ્ઞાનીના પરિણમનની તને ખબર નહિ પડે. જ્ઞાનીને હજી પૂર્ણ વીતરાગતા થઈ નથી તેથી અસ્થિરતામાં અમુક રાગાદિ થાય છે, તેને તે જાણે છે, પરંતુ એકલા રાગને જાણવાની પણ પ્રધાનતા નથી. શાયકને જાણવાની મુખ્યતાપૂર્વક રાગને પણ જાણે છે; અને અનંતાનુબંધી રાગાદિ તો તેને થતા જ નથી, તેમજ જ્ઞાયકદષ્ટિમાં સ્વસન્મુખ પુરુષાર્થ પણ ચાલુ જ છે. સ્વછંદ પોષે એવા જીવોને માટે આ વાત નથી.
[ ૧૦૭ ] બે લીટીમાં અદ્ભુત રચના!
અહો ! બે લીટીની ટીકામાં તો આચાર્યદેવે જગતના જીવ ને અજીવ બધાય દ્રવ્યોની સ્વતંત્રતાનો નિયમ મૂકીને અદ્ભૂત રચના કરી છે. જીવ પોતાના ક્રમબદ્ધ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com