________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
ઉત્તર:-અરે ભાઈ ! પીંછીની અવસ્થા પીંછીમાં, ને હાથની અવસ્થા હાથમાં, તેમાં તું શું કર? પછી તેના ક્ષેત્રોતરની કમબદ્ધપર્યાયથી જ ઊંચી થાય છે, અને તે વખતે હાથ વગેરે નિમિત્ત પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે હોય જ છે, ન હોય એમ બનતું નથી. આ રીતે નિમિત્તનું અસ્તિત્ત્વ હોવા છતાં તેને જે નથી માનતો, અને “નિમિત્ત ન આવે તો...” એમ તર્ક કરે છે તે ક્રમબદ્ધપર્યાયને કે ઉપાદાનનિમિત્તને સમજ્યો જ નથી. “છે” પછી “ન હોય તો...' એ પ્રશ્ન જ કયાંથી આવ્યો?
[૧૦૧] “નિમિત્ત વિના ન થાય”-એનો આશય શું?
ઉપાદાન-નિમિત્તની સ્પષ્ટતા બહાર આવતાં હવે કેટલાક લોકો એવી ભાષા વાપરે છે કે-“નિમિત્ત ભલે કાંઈ કરતું નથી, પણ નિમિત્ત વિના તો થતું નથી ને!' પણ ઊંડાણમાં તો તેમનેય નિમિત્તાધીન દષ્ટિ જ પડી છે. નિમિત્ત હોય છે તેને પ્રસિદ્ધ કરવા માટે “નિમિત્ત વિના ન થાય”-એમ પણ શાસ્ત્રમાં કહેવામાં આવે છે; પરંતુ-કાર્ય થવાનું હોય, ને નિમિત્ત ન આવે તો ન થાય” એવો તેનો અર્થ નથી. દેવસેનાચાર્ય નયચક્ર પૃ. પર-પ૩ માં કહે છે કે ““જો કે મોક્ષરૂપી કાર્યમાં ભૂતાર્થથી જાણેલો આત્મા વગેરે ઉપાદાન કારણ છે, તો પણ તે સહકારી કારણના વિના સિદ્ધ નથી થતું; તેથી સહકારી કારણની પ્રસિદ્ધિ અર્થે નિશ્ચય અને વ્યવહારનો અવિનાભાવ સંબંધ બતાવે છે.'' આમાં તો, ક્રમબદ્ધપર્યાયમાં ઉપાદાનની યોગ્યતા વખતે તે તે પ્રકારનું નિમિત્ત હોય જ છે-એમ જ્ઞાન કરાવ્યું છે; કોઈ અજ્ઞાની, નિમિત્તને સર્વથા માનતો ન હોય તો, “નિમિત્ત વિના ન થાય” એમ કહીને નિમિત્તની પ્રસિદ્ધિ કરાવી છે એટલે કે તેનું જ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું ને નિમિત્ત ન હોત તો તે પર્યાય ન થાત”—એવો તેનો સિદ્ધાંત નથી. નિમિત્ત વિના ન થાય તેનો આશય એટલો જ છે કે જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં તે હોય છે, ન હોય એમ બનતું નથી. શાસ્ત્રોમાં તો નિમિત્તના ને વ્યવહારના અનેક લખાણો ભર્યા છે, પણ સ્વ-પરપ્રકાશક જ્ઞાતા જાગ્યા વિના તેના આશય ઊકેલશે કોણ ?
[૧૦૨] શાસ્ત્રોના ઉપદેશ સાથે ક્રમબદ્ધપર્યાયની સંધિ.
કુંદકુંદાચાર્યદેવની આજ્ઞાથી જયસેનાચાર્યદેવે બે દિવસમાં જ એક પ્રતિષ્ઠાપાઠની રચના કરી છે, તેમાં પ્રતિષ્ઠા સંબંધી ક્રિયાઓનું શરૂઆતથી માંડીને ઠેઠ સુધીનું વર્ણન કર્યું છે. પ્રતિમાજી માટે આવો પાષાણ લાવવો, આવી વિધિથી લાવવો, આવા કારીગરો પાસે પ્રતિમા ઘડાવવી; તેમજ અમુક વિધિ માટે માટી લેવા જાય ત્યાં જમીન ખોદીને માટી લઈ લ્ય અને પછી વધેલી માટીથી તે ખાડો પૂરતાં જ માટી વધે તો તે શુભ શુકન સમજવા.ઇત્યાદિ અનેક વિધિનું વર્ણન આવે છે, પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com