________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७
જુઓ; આ સત્યની ધારા!—જ્ઞાયકભાવનો ક્રમબધ્ધ પ્રવાહ!! જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવમાં એક્તા વડે સમ્યગ્દર્શનથી શરૂ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી એકલા જ્ઞાયકભાવની કમબધ્ધ ધારા ચાલી જાય છે.
શાસ્ત્રમાં ઉપદેશ કથન અનેક પ્રકારનાં આવે, તે તે કાળે સંતોને તેવો વિકલ્પ ઊઠતાં તે પ્રકારની ઉપદેશવાણી નીકળી ત્યાં જ્ઞાતા તો પોતાના જ્ઞાયકભાવની ધારાપણે ઊપજતો થકો તે વાણી અને વિકલ્પનો જ્ઞાતા જ છે, પણ તેમાં તન્મય થઈને તે રૂપે ઊપજતો નથી.
જગતનો કોઈ પદાર્થ વચ્ચે આવીને જીવની કમબધ્ધપર્યાયને ફેરવી નાંખે એમ ત્રણકાળમાં બનતું નથી; જીવ પોતાની ક્રમબધ્ધપર્યાયપણે ઊપજતો થકો જીવ જ છે; એ જ પ્રમાણે અજીવ પણ તેની ક્રમબધ્ધપર્યાયપણે ઊપજતું થયું અજીવ જ છે. જે જીવ આવો નિર્ણય અને ભેદજ્ઞાન નથી કરતો તે જીવ અજ્ઞાનપણે ભ્રાંતિમાં ભ્રમણ કરી રહ્યો છે.
[ ૯૯] જ્ઞાનના નિર્ણયમાં ક્રમબદ્ધનો નિર્ણય.
પ્રશ્ન-ત્રણકાળની પર્યાય ક્રમબધ્ધ છે, છતાં કાલની વાત પણ કેમ જણાતી નથી?
ઉત્તર:-એનો જાણનાર જ્ઞાયક કોણ છે તેનો તો પહેલાં નિર્ણય કરો. જાણનારનો નિર્ણય કરતાં ત્રણકાળની કમબધ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જશે. વળી જુઓ, ગઈ કાલે શનિવાર હતો ને આવતી કાલે સોમવાર જ આવશે, ત્યાર પછી મંગળવાર જ આવશે, –એ પ્રમાણે સાત વારનું કમબધ્ધપણું જાણી શકાય છે કે નહીં? “ઘણા કાળ પછી કયારેક સોમવાર પછી શનિવાર આવી જશે તો ? અથવા રવિવાર પછી બુધવાર આવી જશે તો ?એમ કદી શંકા નથી પડતી, કેમ કે તે પ્રકારનો ક્રમબધ્ધ-પણાનો નિર્ણય થયો છે, તેમ આત્માના કેવળજ્ઞાનસ્વભાવની પ્રતીત કરતાં બધા દ્રવ્યોની ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે. અહીં તો “ક્રમબધ્ધપર્યાય” કહેતાં જ્ઞાયકનો ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે. અહીં તો “ક્રમબધ્ધપર્યાય” કહેતાં જ્ઞાયકનો નિર્ણય કરવાનું પ્રયોજન છે. જ્ઞાતા પોતાના સ્વભાવસમ્મુખ થઈને પરિણમ્યો ત્યાં પોતે સ્વકાળે ક્રમબધ્ધ પરિણમે છે, ને તેનું સ્વપરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તે પરને પણ ક્રમબદ્ધ પરિણમતા જાણે છે, એટલે તેનો તે ર્તા થતો નથી.
[ ૧૦૦] નિમિત્ત ન આવે તો?” એમ કહેનાર નિમિત્તને જાણતો નથી.
પ્રશ્ન:-જો વસ્તુની ક્રમબધ્ધપર્યાય એની મેળે નિમિત્ત વિના જઈ જતી હોય તો, આ પીંછી અહીં પડી છે તેને હાથના નિમિત્ત વિના ઊંચી કરી ધો!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com