________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૧
નથી.’–એમ કહેનાર કેવળી ભગવાનને પણ નથી માનતો, ને ખરેખર આત્માને પણ તે નથી માનતો. ક્રમબદ્ધપર્યાયની ના કહેવી તે જ્ઞાનસ્વભાવની જ ના કહેવા જેવું છે. ભાઈ ! આ ક્રમબદ્ધપર્યાય તે કાંઈ કોઈના ઘરની કલ્પના નથી પરંતુ તે તો વસ્તુના ઘરની વાત છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કોઈ ન માને તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ ફરી જાય તેમ નથી.
[૨૪] જ્ઞાનસ્વભાવ ત૨ફ પુરુષાર્થને વાળ્યા વગર ક્રમબદ્ધપર્યાય સમજાતી નથી.
‘શુભ-અશુભ ભાવ પણ ક્રમબદ્ધ હતા તે આવ્યા,' એમ કહીને જે જીવ રાગના પુરુષાર્થમાં જ અટકી રહ્યો છે ને જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળતો નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી, પણ માત્ર વાતો કરે છે. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં રાગની રુચિ છૂટી જાય છે અને ત્યારે જ ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય થાય છે. ભાઈ! તું કોની સામે જોઈને ક્રમબદ્ધપર્યાય માને છે? જ્ઞાયકસ્વભાવ સામે જોઈને જેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો, તે રાગનો પણ જ્ઞાતા જ થઈ ગયો, આ રાગ પલટીને આ સમયે આવો જ રાગ લાવું-એમ રાગને ફેરવવાની બુદ્ધિમાંથી તેનું વીર્ય ખસી ગયું ને જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયું; તેને રાગ ટળવાનો ક્રમ ચાલુ થઈ ગયો છે, વર્તમાન સાધકદશા થઈ છે, ને એ જ પુરુષાર્થથી ક્રમબદ્ઘપર્યાયના ક્રમમાં અલ્પકાળે કેવળજ્ઞાન પણ આવશે, –તેનો પુરુષાર્થ ચાલુ છે. જ્ઞાનીને ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સ્વભાવની દૃષ્ટિથી પ્રયત્ન ચાલુ જ છે, તે જ્ઞાનની અધિક્તારૂપે જ પરિણમે છે એટલે કે ભૂતાર્થના આશ્રયે જ પરિણમે છે, તેમાં ઉતાવળ પણ નથી ને પ્રમાદ પણ નથી. પ્રવચનસારની ૨૦૨ મી ગાથામાં હેમરાજજી પંડિત કહે છે કે-વિભાવપરિણતિ નહી છૂટતી દેખીને સમ્યગ્દષ્ટિ જીવ આકુળવ્યાકુળ પણ થતો નથી તેમજ સમસ્ત વિભાગ પરિણિતને ટાળવાનો પુરૂષાર્થ કર્યા વિના પણ રહેતો નથી; ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરીને વર્તે છે તેમાં તેનો પુરૂષાર્થ ચાલુ જ છે. એક સાથે પાંચે સમવાય તેમાં આવી જાય છે.
[૨૫] પોતપોતાના અવસ૨ોમાં પ્રકાશે છે...
પ્રવચનસાર ગા. ૯૯ ‘સવવકિવં સહાવે દ્દવ્યં...' ઇત્યાદિમાં આચાર્યદેવે ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત અલૌકિક રીતે મૂકી દીધો છે. હારના મોતીના દષ્ટાંતે, દ્રવ્યના પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે-એ વાત સમજાવીને ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ એકદમ ખૂલ્લું કરી દીધું છે. વળી એક જ સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ હોવા છતાં, તે ત્રણેનું ભિન્ન ભિન્ન લક્ષણ છે, નાશ એટલે કે વ્યય તે નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટક્તા ભાવને આશ્રિત છે.-એ રીતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com