________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
એકાગ્ર થતાં પૂર્ણ જ્ઞાતા-દષ્ટાપણું (કેવળજ્ઞાન) પ્રગટી જશે ને મોક્ષદશા થઈ જશે, એવી શ્રદ્ધા હોવાથી મોક્ષતત્ત્વની પ્રતીત પણ તેમાં આવી ગઈ.
આ રીતે, જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરતાં તેમાં તત્વાર્થ શ્રદ્ધાનં સ ર્જનમ' પણ આવી જાય છે.
[૯૪] સદોષ આહાર છોડવાનો ઉપદેશ અને ક્રમબદ્ધપર્યાય-તેનો મેળો
પ્રશ્ન-જો પર્યાય ક્રમબદ્ધ જ થાય છે, આહાર પણ જે આવવાનો હોય તે જ આવે છે, તો પછી-મુનિઓએ સદોષ આહાર છોડવો ને નિર્દોષ આહાર લેવો”—એવો ઉપદેશ શા માટે ?
ઉત્તરઃ-ત્યાં એમ ઓળખાણ કરાવી છે કે જયાં મુનિદશા થઈ હોય ત્યાં એ પ્રકારનો સદોષ આહાર લેવાનો ભાવ હોતો જ નથી; તે ભૂમિકાનો ક્રમ જ એવો છે કે ત્યાં સદોષ આહાર લેવાની વૃત્તિ જ ન થાય. આવો આહાર લેવો ને આવો આહાર છોડવો-એ નિમિત્તનું કથન છે. પણ કોઈ એમ કહે કે ““ભલે સદોષ આહાર આવવાનો હશે તો સદોષ આવશે, પણ અમને તે સદોષ આહારના ગ્રહણની વૃત્તિ નથી '”—તો તે તો સ્વછંદી છે, તેની દષ્ટિ જ આહાર ઉપર છે, જ્ઞાયક ઉપર તેની દષ્ટિ નથી. મુનિઓને તો જ્ઞાનમાં એટલી બધી સરળતા થઈ ગઈ છે કે “આ આહાર મારા માટે બનાવેલો હશે !' એટલી વૃત્તિ ઊઠે તો પણ (-પછી ભલે તે આહાર તેમના માટે કરેલો ન હોય ને નિર્દોષ હોય તોપણ-) તે આહાર લેવાની વૃત્તિ છોડી દે છે. અને કદાચિત ઉદ્દેશીક (–મુનિને માટે બનાવેલો) આહાર હોય પણ જો શંકાની વૃત્તિ પોતાને ન ઊઠે ને તે આહાર લે તો પણ મુનિને ત્યાં કાંઈ દોષ લાગતો નથી. આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરનારનું જોર પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ જાય છે. પુરુષાર્થનું જોર જ્ઞાયકસ્વભાવ તરફ વળ્યા વગર ક્રમબદ્ધપર્યાયનો બધા પડખેથી યથાર્થ નિર્ણય થાય જ નહિ.
[૯૫ ] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં જૈનશાસન.
જુઓ, પોતાના જ્ઞાતા-દષ્ટા સ્વભાવની પ્રતીતપૂર્વક આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો ત્યાં પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાતાપણાની જ અધિક્તા થઈ, ને રાગનો પણ જ્ઞાતા જ રહ્યો; ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ જ્ઞાયકસ્વભાવની દષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈનશાસન આવી જાય છે. જે અબદ્ધસ્કૃષ્ટ...આત્માને દેખે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે-એમ પંદરમી ગાથામાં કહ્યું, અને અહીં-“જે જ્ઞાયકદૃષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે'—એમ કહેવાય છે, -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com