________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
તે બંનેનું તાત્પર્ય એક જ છે. દષ્ટિને અંતરમાં વાળીને જ્યાં જ્ઞાયક ઉપર મીટ માંડી ત્યાં સમયકશ્રદ્ધા-જ્ઞાન સાથે ચારિત્ર, આનંદ, વીર્ય વગેરેનું પણ શુદ્ધપરિણમન થવા માંડયું, એ જ જૈનશાસન છે; પછી ત્યાં સાધકદશામાં અસ્થિરતાનો રાગ અને કર્મનું નિમિત્ત વગેરે કેવાં હોય તે પણ સ્વ-પર પ્રકાશક જ્ઞાનમાં જ્ઞયપણે જણાઈ જાય છે.
જે જીવમાં કે અજીવમાં, જે સમયે જે પર્યાયની યોગ્યતાનો કાળ છે તે સમયે પર્યાયરૂપે તે સ્વયં પરિણમે છે, કોઈ બીજા નિમિત્તને લીધે તે પર્યાય થતી નથી. આવા વસ્તુસ્વભાવનો નિર્ણય કરનાર જીવ પોતાના જ્ઞાયકભાવનો આશ્રય કરીને જ્ઞાતાદાભાવપણે જ ઊપજે છે, પણ અજીવના આશ્રયે ઊપજતો નથી. સાધક હોવાથી ભલે અધૂરી દશા છે, તો પણ જ્ઞાયકસ્વભાવના આશ્રમની મુખ્યતાથી જ્ઞાયકપણે જ ઊપજે છે, રાગાદિની મુખ્યતા પણે ઊપજતો નથી. જેણે જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તે જ ખરેખર સર્વશને જાણે છે. તે જ જૈનશાસનને જાણે છે, તેજ ઉપાદાનનિમિત્તને અને નિશ્ચયવ્યવહારને યથાર્થપણે ઓળખે છે. જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી તેને તે કાંઈપણ યથાર્થ-સાચું હોતું નથી.
[૬] આચાર્યદેવના અલૌકિક મંત્રો.
અહો ! આ તો કુંદકુંદાચાર્યદેવના ને અમૃતચંદ્રાચાર્યદેવના અલૌકિક મંત્રો છે. જેને આત્માની પરિપૂર્ણ જ્ઞાનશક્તિનો વિશ્વાસ આવે તેને જ આ ક્રમબદ્ધપર્યાય સમજાય તેમ છે. સમયસારમાં આચાર્યદવે ઠેકઠેકાણે આ વાત મૂકી છે
મંગલાચરણમાં જ સૌથી પહેલા કળશમાં શુદ્ધાત્માને નમસ્કાર કરતાં કહ્યું હતું કે -સર્વમાવાંતરચ્છિ' એટલે કે શુદ્ધાત્મા પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. અહીં સર્વ ક્ષેત્રકાળ સંબંધી જાણવાનું કહ્યું તેમાં ક્રમબદ્ધપર્યાય હોવાનું આવી જ ગયું. (“સ્વાનુમૂલ્ય વસતે') એટલે કે પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે-એમ કહીને તેમાં સ્વપ્રકાશપણું પણ બતાવ્યું છે. )
પછી બીજી ગાથામાં જીવનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ પર્યાયો અંગીકાર કર્યા છે.”—તેમાં પણ કમબદ્ધપર્યાયની વાત આવી ગઈ.
ત્યાર પછી “અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ...” એમ ૬૨ મી ગાથામાં કહ્યું તેમાં પણ ક્રમબધ્ધપર્યાયની વાત સમાઈ ગઈ.
ત્યાર પછી ક્ત કર્મ અધિકારની ગા. ૭૬-૭૭-૭૮ માં “પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ય, એવા કર્મની વાત કરી ત્યાં ર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com