________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
[૪]
પ્રવચન ચોથું [ વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ અમાસ ]
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈનશાસન આવી જાય છે. જે અબધ્ધસ્પષ્ટ...આત્માને દેખે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે-એમ પંદરમી ગાથામાં કહ્યું, અને અહીં-જે જ્ઞાયકદષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે” એમ કહેવાય છે, -તે બંનેનું તાત્પર્ય એક જ છે. દષ્ટિને અંતરમાં વાળીને જ્યાં જ્ઞા...ય..ક ઉપર મીટ માંડી ત્યાં સમ્યક્ર-શ્રદ્ધા-જ્ઞાન સાથે ચારિત્ર, આનંદ, વિર્ય વગેરેનું પણ શુધ્ધ પરિણમન થવા માંડયું, એ જ જૈનશાસન છે.
[ ૯૩] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સાત તત્ત્વોની શ્રદ્ધા.
જીવ ને અજીવ બંનેની અવસ્થા છે તે કાળે ક્રમબદ્ધ સ્વતંત્ર થાય છે, તેમને એક બીજા સાથે કાર્યકારણપણું નથી. જીવનો જ્ઞાયક સ્વભાવ છે, તે જ્ઞાયકને જાણવાની મુખ્યતાપૂર્વક ક્રમબદ્ધપર્યાયનો જાણનાર છે.-આવી પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા પણ આવી જાય છે એટલે તત્વાર્થશ્રદ્ધાન રૂપ સમ્યગ્દર્શન આમાં આવી જાય છે. સાતે તત્ત્વોની શ્રદ્ધા કઈ રીતે આવે છે તે કહે છે
(૧-૨) મારા જ્ઞાનાદિ અનંતગુણોના ક્રમબદ્ધ જ્ઞાતાદા પરિણામપણે હું ઊપજું છું ને તેમાં હું તન્મય છું-આવી સ્વસમ્મુખ પ્રતીતિમાં જીવતત્ત્વની પ્રતીત આવી ગઈ; જ્ઞાતાદષ્ટપણે ઊપજતો થકો હું જીવ છું, અજીવ નથી, એ રીતે અજીવથી ભિન્નપણાનુંકર્મના અભાવ વગેરેનું જ્ઞાન પણ આવી ગયું, એટલે અજીવતત્ત્વની પ્રતીત થઈ ગઈ.
(૩-૪-૫-૬) જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી શ્રદ્ધા-જ્ઞાન નિર્મળ થયા છે, ચારિત્રમાં પણ અંશે શુદ્ધતા પ્રગટી છે, તેમજ હજી સાધકદશા હોવાથી અમુક રાગાદિ પણ થાય છે.
ત્યાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું જેટલું નિર્મળ પરિણમન છે તેટલા સંવર-નિર્જરા છે, તથા જેટલા રાગાદિ થાય છે તેટલા અંશે આસ્રવ-બંધ છે. તે સાધકને તે શુદ્ધતા અને અશુદ્ધતા બંનેનું જ્ઞાન વર્તે છે, તેથી તેને આસ્રવ-બંધ-સંવર-નિર્જરા તત્ત્વોની પ્રતીત પણ આવી ગઈ.
(૭) પરનો અક્ત થઈને જ્ઞાયકસ્વભાવમાં એકાગ્ર થતાં ક્રમબદ્ધ-પર્યાયમાં અંશે શુદ્ધતા પ્રગટી છે, ને હવે આ જ ક્રમે જ્ઞાયકસ્વભાવમાં પૂર્ણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com