________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ જીવ પોતે પોતાના સંપ્રદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું સંપ્રદાન નથી. ૫ જીવ પોતે પોતાના અપાદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અપાદાન નથી. ૬ જીવ પોતે પોતાના અધિકરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અધિકરણ
નથી.
વળી એ પ્રમાણે બીજા છ કારકો પણ નીચે મુજબ સમજવા
૧ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનો બનાવતો નથી. ૨ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કર્મ બનાવતો નથી. ૩ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કરણ બનાવતો નથી. ૪ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું સંપ્રદાન બનાવતો નથી. ૫ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અપાદાન બનાવતો નથી. ૬ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અધિકરણ બનાવતો નથી.
તેમજ, અજીવ પણ પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી–તેમાં પણ ઉપર મુજબ છ-છ કારકો સમજી લેવા.
એ રીતે, જીવ-અજીવને પરસ્પર અકાર્યકારણપણું છે.
[૮૫] -આ વાત કોને બેસે?
જુઓ આ ભેદજ્ઞાન! આવી સ્પષ્ટ વાત હોવા છતાં, આ વાતને “રોગચાળો, એકાંત' વગેરે કહીને કેટલાક વિરોધ કરે છે, કેમ કે પોતાની માનેલી ઊંધી વાતનો આગ્રહ તેમને છૂટતો નથી. અરે! ઊંધી માન્યતાને સાચી માની બેઠા છે તો તેને કેમ છોડે? પં. ટોડરમલજી પણ મોક્ષમાર્ગ-પ્રકાશકમાં કહે છે કે અન્યથા શ્રદ્ધાને સત્ય શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે? આ તો જેને માન અને આગ્રહ મૂકીને આત્માનું હિત કરવું હોય એવા જીવને બેસે તેવી વાત છે.
[ ૮૬]“કરે છતાં અર્જા” એમ નથી.
અહીં જે વાત કહેવાય છે તેના ઉપરથી કેટલાક લોકો સમજ્યા વગર એમ કહે છે કે “જ્ઞાની પરનાં કામ કરે છે ખરો પરંતુ તે અર્જા છે.''-પણ એ વાત જૂઠી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com