________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉs
તો તે બધા પણ ખરેખર લૌકિકજનો જ છે, કેમ કે તેમને લૌકિકદષ્ટ છૂટી નથી.લૌકિકદષ્ટિ એટલે મિથ્યાદષ્ટિ.
“જ્ઞાયક’ સામે નજર કરીને ક્રમબદ્ધપર્યાયને જાણનારા સમકાતિ લોકોત્તર-દષ્ટિવંત છે, ને એનાથી વિરુદ્ધ માનનારા લૌકિકદષ્ટિવંત છે.
[૭૦] સમજવા માટે એકાગ્રતા.
આ વાત સાંભળતા જો સમજે તો મજા આવે તેવી છે, પણ તે સમજવા માટે જ્ઞાનને બીજેથી પાછું વાળીને જરાક એકાગ્ર કરવું જોઈએ. હજી તો જેને શ્રવણમાં પણ એકાગ્રતા ન હોય ને શ્રવણ વખતે પણ ચિત્ત બીજે ભમતું હોય, તે અંતરમાં એકાગ્ર થઈને આ વાત સમજે કયારે? [ ૮૦] અંદર નજર કરતાં બધો નિર્ણય થાય છે.
પ્રશ્ન-આપ તો ઘણાં પડખાં સમજાવો છો, પણ અમારી બુદ્ધિ થોડી, તેમાં અમારે કેટલુંક સમજવું?
ઉત્તર-અરે ભાઈ ! જે સમજવા માંગે તેને આ બધું સમજાય તેવું છે. દષ્ટિ બહારમાં નાખી છે તેને ફેરવીને જરાક અંદરમાં નજર કરતાં જ આ બધા પડખાં સમજાઈ જાય તેમ છે. સમજનારો પોતે અંદર બેઠો છે કે ક્યાંક બીજે ગયો છે? અંદરમાં શક્તિપણે આખેઆખો શાયકસ્વભાવ પડયો છે, તેમાં નજર કરે એટલી વાર છે. “મારા નૈનની આળસે રે. મેં હરિને નીરખ્યા ન કરી ' તેમ નજર કરતાં ન્યાલ કરી નાંખે એવો ભગવાન આત્મા અંદર બેઠો છે પણ નયનની આળસે અજ્ઞાની તેને નિહાળતો નથી. અંતરમુખ નજર કરતાં આ બધા પડખાનો નિર્ણય થઈ જાય છે. [ ૮૧] જ્ઞાતા સ્વ-પરને જાણતો થકો ઊપજે છે.
જ્ઞાતાભાવની દમબદ્ધપર્યાયપણે ઊપજતો ધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને પણ જાણે છે; સ્વ-પર બંનેને જાણતો થકો ઊપજે છે, પણ સ્વ-પર બંનેને કરતો થકો નથી ઊપજતો. í તો એક સ્વનો જ છે, ને સ્વમાં પણ ખરેખર જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયને જ કરે છે, રાગનું ર્તાપણું ધર્મીની દષ્ટિમાં નથી.
જ્ઞાન ઊપજતું થયું પોતાને તેમજ રાગને પણ જાણતું ઊપજે છે, પરંતુ “રાગને કરતું થયું” ઊપજે છે-એમ નથી. જ્ઞાન ઊપજે છે અને પોતે પોતાને જાણતું ઊપજે છે. ઊપજવું અને જાણવું બંને ક્રિયા એક સાથે છે, જ્ઞાનમાં તે બંને ક્રિયા એક સાથે હોવામાં કોઈ વિરોધ નથી. ““આત્મા પોતે પોતાને કઈ રીતે જાણે-એ બાબતમાં પ્રવચનસારની ૩૬ મી ગાથામાં આચાર્યદવે શંકા-સમાધાન કર્યું છે. એક પર્યાયમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com