________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
उ४
તો જ તે ઇષ્ટ છે-હિતકારી છે–સત્ય છે, આનાથી વિરુદ્ધ ઉપદેશ હોય તો તે ઇષ્ટ નથીહિતકારી નથી–સત્ય નથી.
[૭૬] આત્માનું જ્ઞાયકપણું ને પદાર્થોના પરિણમનમાં ક્રમબદ્ધપણું.
આત્મા જ્ઞાયક છે, જ્ઞાતાદષ્ટાપણું તેનું સ્વરૂપ છે. જેમ કેવળીભગવાન જગતના બધા દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાતા છે. તેમ આ આત્માનો સ્વભાવ પણ જ્ઞાતા છે. જ્ઞાને જાણ્યું માટે પદાર્થોમાં તેવી ક્રમબદ્ધપર્યાય થાય છે એમ નથી, તેમ જ પદાર્થો તેવા છે માટે તેમનું જ્ઞાન થયું એમ પણ નથી. આત્માનો જ્ઞાયકસ્વભાવ ને પદાર્થોનો ક્રમબદ્ધ પરિણમન સ્વભાવ છે. આમ કેમ” એવો વિકલ્પ જ્ઞાનમાં નથી તેમ જ પદાર્થોના સ્વભાવમાં પણ એવું નથી. “આમ કેમ' એવો વિકલ્પ કરીને જે પદાર્થોને ફેરવવા માગે છે તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં સાધક જીવ જ્ઞાતા થઈ જાય છે, આમ કેમ એવો મિથ્યાબુદ્ધિનો વિકલ્પ તેને થતો નથી.
[૭૭] આવી છે સાધકદશા !-એક સાથે દસ બોલ.
જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાનસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તે
(૧)
(૪)
-કમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, -તેના જ્ઞાનમાં સર્વજ્ઞની સિદ્ધિ આવી, -તેને ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન થયું, –તેને મોક્ષમાર્ગનો પુરુષાર્થ શરૂ થયો, -તેને અર્તાપણું થયું, -તેણે સમસ્ત જૈનશાસનને જાણ્યું, –તેણે દેવ-ગુરુ-શાસ્ત્રને ખરેખર ઓળખ્યા, –તેને નિશ્ચય-વ્યવહાર બંને એક સાથે આવ્યા, –તેની પર્યાયમાં પાંચ સમવાય આવી ગયાં, -યોગ્યતા દી'નો તેને નિર્ણય થયો એટલે ઇષ્ટઉપદેશપણ તેનામાં આવી ગયો.
(૮)
(૯)
(૧૦)
[૭૮] આ લોકોત્તર દૃષ્ટિની વાત છે, આનાથી વિપરીત માને તે લૌકિકજન છે.
અહો, આ અલૌકિક–લોકોત્તર વાત છે. એક તરફ જ્ઞાયકસ્વભાવ ને સામે ક્રમબદ્ધપર્યાય-એનો નિર્ણય કરવો તે લોકોત્તર છે. હું જ્ઞાયક છું ને પદાર્થોની પર્યાયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com