________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
[૭૪] જ્ઞાયકને જ જાણવાની મુખ્યતા.
ખરેખર તો, ઇચ્છાને જાણવી તે પણ વ્યવહાર છે, જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાયકને જાણવો તે પરમાર્થ છે. ક્રમબધ્ધપર્યાયના નિર્ણયમાં રાગને જાણવાની મુખ્યતા નથી પણ જ્ઞાયકને જાણવાની મુખ્યતા છે. જ્ઞાનમાં જ્ઞાયકની મુખ્યતા થઈ ત્યારે રાગને તેનું વ્યવહાર
ય કહ્યું; જ્ઞાતા જાગ્યો ત્યારે રાગને રાગરૂપે જાણ્યો અને ત્યારે જ રાગને વ્યવહાર કહેવાયો. આ રીતે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે, કેમકે જ્ઞાન અને રાગ બંને એક સાથે ઊપજે છે, પહેલો રાગરૂપ વ્યવહાર ને પછી નિશ્ચય-એમ નથી. જો રાગને અર્થાત્ વ્યવહારને પહેલો કહો તો જ્ઞાન વગર (એટલે કે નિશ્ચય વગર) તે વ્યવહારને જાણ્યો કોણે? વ્યવહાર પોતે તો આંધળો છે તેને કોઈ સ્વ-પરની ખબર નથી. નિશ્ચયનું અવલંબન કરીને સ્વ-પર પ્રકાશક જ્ઞાતા જાગ્યો તે જ, જ્ઞાયકને જાણતાં રાગને પણ વ્યવહાર જ્ઞય તરીકે જાણે છે. ક્રમબદ્ધ-પર્યાયના નિર્ણયમાં નિશ્ચય-વ્યવહાર બંને એક સાથે છે; પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ માને, એટલે કે રાગના અવલંબને જ્ઞાન થવાનું માને, તો તે ખરેખર ક્રમબધ્ધપર્યાયને સમજ્યો જ નથી.
[ ૭૫ ] “ઇબ્દોપદેશ!' ની વાત -કયો ઉપદેશ ઈષ્ટ છે?
દ્રવ્ય પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે-એમ કહેતાં તેમાં સમય સમયની ક્ષણિક યોગ્યતાની વાત પણ આવી ગઈ.
કોઈ કહે કે- “યોગ્યતાની વાત તો “ઇબ્દોપદેશ માં આવી છે. આમાં ક્યાં આવી છે?'' તેનો ઉત્તર-આ પણ ઈષ્ટ-ઉપદેશની જ વાત છે. ઇષ્ટ-ઉપદેશ એટલે હિતકારી ઉપદેશ. જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે ઇષ્ટોપદેશ છે. આ “યોગ્યતા” કહીને સમય સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઇષ્ટ છે, આ સિવાય પરને લીધે કાંઈ થવાનું બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઇષ્ટ નથી–હિતકારી નથી–પ્રિય નથી. સમય સમયની કમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઈષ્ટ છે, પણ પર્યાયમાં ફેરફાર-આઘુંપાછું થવાનું જણાવીને íબુદ્ધિને પોષે તે ઉપદેશ ઈષ્ટ નથી એટલે કે સાચો નથી, હિતકારી નથી. “આત્માને જે હિતમાર્ગમાં પ્રવર્તાવે તે ગુરુ છે; ખરેખર આત્મા પોતે જ પોતાની યોગ્યતાથી પોતાના આત્માને હિતમાર્ગમાં પ્રવર્તાવે છે તેથી પોતે જ પોતાનો ગુરુ છે, નિમિત્તરૂપે જ્ઞાની ગુરુ હોય પણ તે નિમિત્તને લીધે આ આત્મામાં કાંઈ થાય-એમ બનતું નથી.' જુઓ, આ ઇષ્ટ ઉપદેશ ! આ પ્રમાણે ઉપદેશ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com