________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૧
અસ્તિરૂપ છે ને ૫૨૫ણે પણ અસ્તિરૂપ છે એવો અનેકાન્ત નથી, તે તો એકાંતરૂપ મિથ્યાત્વ છે. તેમ અહીં ક્રમ-અક્રમમાં પણ સમજવું. પર્યાયો ક્રમબદ્ધ છે ને ગુણો અક્રમ છે– એમ અનેકાન્ત છે, પણ પર્યાયો ક્રમબદ્ધ છે ને પર્યાયો અક્રમ પણ છે–એમ માનવું તે કાંઈ અનેકાન્ત નથી, તે તો મિથ્યાદષ્ટિનો એકાંત છે. પર્યાયો તો ક્રમબદ્ધ જ છે ને અક્રમ નથી એવો અનેકાંત છે. પર્યાયમાં અક્રમપણું તો છે જ નહિ, તેથી તેમાં ‘કચિત્ ક્રમને ચિત્ અક્રમ ' એવો અનેકાન્ત લાગુ ન પડે. વસ્તુમાં જે ધર્મો હોય તેમાં સપ્તભંગી લાગુ પડે પણ વસ્તુમાં જે ધર્મો હોય જ નહિ તેમાં સપ્તભંગી લાગુ ન પડે.
‘સિદ્ધ ભગંવતો એકાંત સુખી જ છે' એમ કહેતાં કોઈ અજ્ઞાની પૂછે કે સિદ્ધ ભગવાનને એકાંત સુખ જ કેમ કહો છો ? કથંચિત્ દુઃખ એમ અનેકાંત કહોને? તેનું સમાધાન : ભાઈ, સિધ્ધ ભગવાનને જે સુખ પ્રગટયું છે તે એકાંત સુખ જ છે, તેમાં દુઃખ જરાપણ છે જ નહિ, તેથી તેમાં સુખ-દુ:ખનો તેં કહ્યો તેવો અનેકાન્ત લાગુ ન પડે; સિધ્ધ ભગવાનને શક્તિમાં કે વ્યક્તિમાં કોઈ રીતે દુ:ખ નથી તેથી ત્યાં સુખ-દુ:ખનો એવો અનેકાન્ત કે સપ્તભંગી લાગુ ન પડે; પણ સિધ્ધ ભગવાનને એકાંત સુખ જ છે ને દુઃખ જરાપણ નથી-એમ અનેકાન્ત લાગુ પડે. (જુઓ, પંચાધ્યાયી ગાથા ૩૩૩-૪-૫) તેમ અહીં પર્યાયમાં ક્રમબધ્ધપણું છે ને અક્રમપણું નથી-એવો અનેકાન્ત લાગુ પડે, પણ પર્યાયમાં ક્રમપણું છે ને પર્યાયમાં અમપણું પણ છે–એવો અનેકાન્ત નથી; કેમકે પર્યાયમાં અક્રમપણું નથી. પર્યાયથી ક્રમરૂપ ને પર્યાયથી જ અક્રમરૂપ એવું ક્રમ-અક્રમરૂપ જીવનું સ્વરૂપ નથી, પણ પર્યાયથી ક્રમવર્તીપણું ને ગુણથી અક્રમપણું-એવું ક્રમ-અક્રમરૂપ જીવનું સ્વરૂપ છે.
[ ૭૧ ] ટ્રેઈનના દષ્ટાંતે શંકા અને તેનું સમાધાન.
પ્રશ્ન:-એક માણસ ટ્રેઈનના ડબામાં બેઠો છે, ને ટ્રેઈન પૂર્વ દિશા તરફ જાય છે, ત્યાં ટ્રેઈન ચાલતાં માણસનું પણ પૂર્વ દિશા તરફ જે ગમન થાય છે તે તો ક્રમબધ્ધ છે, પણ તે માણસ ડબામાં ઊભો થઈને પશ્ચિમ તરફ જાય તો તે ગમનની અવસ્થા અક્રમરૂપ થઈને ?
ઉત્તર:-અરે ભાઈ! તને હજી ક્રમબધ્ધપર્યાયની ખબર નથી. પર્યાયનું ક્રમબધ્ધપણું કહેવાય છે તે તો ઊર્ધ્વ પ્રવાહ અપેક્ષાએ (−કાળપ્રવાહ અપેક્ષાએ) છે, ક્ષેત્ર અપેક્ષાએ નહિ. તે માણસ પહેલાં પૂર્વમાં ચાલે ને પછી પશ્ચિમમાં ચાલે તેથી કાંઈ તેની પર્યાયના કાળનો ક્રમ તૂટી ગયો નથી. ટ્રેઈન પૂર્વમાં જતી હોય ને તેમાં બેઠેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com