________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
કેટલીક પર્યાયો કમરૂપ ને કેટલીક પર્યાયો અક્રમરૂપ એમ માનવું તે તો અનેકાન્ત નથી પણ મિથ્યાત્વ છે.
પર્યાય અપેક્ષાએ તો ક્રમબદ્ધપણું જ છે-એ નિયમ છે. છતાં આમાં અનેકાન્ત અને સપ્તભંગી આવી જાય છે. ગુણો અપેક્ષાએ અક્રમપણું-ને પર્યાયો અપેક્ષાએ કમપણું એવું અનેકાન્ત સ્વરૂપ છે તે ઉપર કહેવાઈ ગયું છે. તથા વસ્તુમાં (૧) સ્યાત્ ક્રમપણું, (૨) સ્યાદ્ અક્રમપણું, (૩) સ્યાત્ ક્રમ-અક્રમપણું, (૪) સ્યાદ્ અવક્તવ્યપણું, (૫) સ્યાત્ કમ અવક્તવ્યપણું, (૬) સ્યાત્ અક્રમ-અવક્તવ્યપણું, અને (૭) ચાત્ ક્રમ-અક્રમ અવક્તવ્યપણું-એ પ્રમાણે કમ-અક્રમ સંબંધમાં સપ્તભંગી પણ ઉતરે છે, કઈ રીતે? તે કહેવાય છે
(૧) પર્યાયો એક પછી એક ક્રમબધ્ધ થાય છે તેથી પર્યાયોની અપેક્ષાએ કહેતાં વસ્તુ
ક્રમરૂપ છે. (૨) ગુણો બધા એકસાથે સહભાવી છે તેથી ગુણોની અપેક્ષાએ કહેતાં વસ્તુ અકમરૂપ છે. (૩) પર્યાયો તથા ગુણો-એ બંનેની અપેક્ષા (એકસાથે) લઈને કહેતાં વસ્તુ ક્રમ-અક્રમરૂપ
(૪) એક સાથે બંને કહી શક્તા નથી તે અપેક્ષાએ વસ્તુ અવક્તવ્ય છે. (૫) વસ્તુમાં ક્રમપણું ને અક્રમપણે બંને એક સાથે હોવા છતાં ક્રમરૂપ કહેતી વખતે
અક્રમપણાનું કથન બાકી રહી જાય છે, તે અપેક્ષાએ વસ્તુ ક્રમ-અવક્તવ્યરૂપ છે. (૬) એ જ પ્રમાણે અક્રમરૂપ કહેતાં ક્રમપણાનું કથન બાકી રહી જાય છે, તે અપેક્ષાએ
વસ્તુ અક્રમ-અવક્તવ્યરૂપ છે. (૭) કમપણું તથા અક્રમપણે બંને અનુક્રમે કહી શકાય છે પણ એક સાથે કહી શકાતા
નથી, તે અપેક્ષાએ વસ્તુ ક્રમ-અક્રમ-અવક્તવ્યરૂપ છે.
–એ પ્રમાણે ક્રમ-અક્રમ સંબંધમાં સપ્તભંગી સમજવી.
[૭૦] અનેકાન્ત કયાં અને કઈ રીતે લાગુ પડે? (સિધ્ધનું દષ્ટાંત)
યથાર્થ વસ્તુસ્થિતિ શું છે તે સમજ્યા વગર ઘણા લોકો અનેકાન્તના નામે કે સ્યાદવાદના નામે ગપગોળા ચલાવે છે. જેમ અસ્તિ-નાસ્તિમાં વસ્તુ સ્વપણે અતિરૂપે છે ને પરાણે નાસ્તિરૂપ છે–એવો અનેકાન્ત છે; પણ –વસ્તુ સ્વપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com