________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
થતું નથી–અર્વાપણું થતું નથી, ને ક્નબુદ્ધિ છૂટતી નથી. અહીં “દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, બીજો તેનો ર્તા નથી” એ નિયમ વડે આત્માનું અર્તાપણું સમજાવીને તે ક્નબુદ્ધિ છોડાવે છે.
[ ૬૬] જ્ઞાયકસ્વભાવની દષ્ટિ પ્રગટ કર્યા વિના, ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને
બચાવ કરવા માંગે તે મોટો સ્વછંદી છે.
આ ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને સ્વચ્છેદે કોઈ એમ બચાવ કરે કે “અમને ક્રોધ પણ થવાનો હતો તે ક્રમબદ્ધ થઈ ગયો, તેમાં અમે શું કરીએ ?'' તો તેને કહે છે કે અરે મૂઢ જીવ! આત્માનું જ્ઞાયકપણું હજી તને બેઠું નથી તો તું ક્રમબદ્ધપર્યાયની વાત કયાંથી લાવ્યો? જ્ઞાયકસ્વભાવના નિર્ણયથી જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. તારી દૃષ્ટિ જ્ઞાયક ઉપર છે કે ક્રોધ ઉપર? જો જ્ઞાયક ઉપર દૃષ્ટિ હોય તો જ્ઞાયકમાં વળી ક્રોધ થવાનું કયાંથી આવ્યું? તારા જ્ઞાયકભાવનો નિર્ણય કરીને તું પહેલાં જ્ઞાતા થા, પછી તને ક્રમબદ્ધપર્યાયની ખબર પડશે. જ્ઞાયકસ્વભાવ તરફ વળીને તેને જ્ઞાનનું જ્ઞય બનાવવું-તેની આમાં મુખ્યતા છે, રાગને જ્ઞય કરવાની મુખ્યતા નથી. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં જ્ઞાનની જ અધિક્તા રહે છે, ક્રોધાદિની અધિક્તા થતી જ નથી, એટલે જ્ઞાતાને અનંતાનુબંધી ક્રોધાદિ તો થતા જ નથી; અને તેને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થપણે બેઠી છે.
ક્રોધ વખતે જ્ઞાનસ્વરૂપ તો જેને ભાસતું નથી, ક્રોધની જ રુચિ છે, અને ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને બચાવ કરવા માંગે છે તે તો મોટો સ્વછંદી છે. ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાયકભાવનું પરિણમન ન ભાસતાં, ક્રોધનું પરિણમન ભાસે છે એ જ તેની ઊંધાઈ છે. ભાઈ રે! આ માર્ગ છૂટકારાનો છે, કે બંધાવાનો ? આમાં તો જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરીને છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય થતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે છૂટકારાનો માર્ગ છે તેના બહાને જે સ્વછંદને પોષે છે તે જીવને છૂટકારાનો અવસર કયારે આવશે !!
[ ૬૭] અજર... પ્યાલા!
આ તો અજર-અમર પ્યાલા છે; આ પ્યાલા પચાવવા મોંઘા છે. પાત્ર થઈને જેણે આ પ્યાલો પીધો ને પચાવ્યો તે અજર-અમર થઈ જાય છે, એટલે કે જન્મ-મરણ રહિત એવા સિદ્ધપદને પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com