________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
ક્રમબદ્ધપણે ઊપજતો જ્ઞાયકસ્વભાવી જીવ કોઈ પરના કાર્યમાં કારણ નથી અને કોઈ પર તેના કાર્યમાં કારણ નથી; કોઈને કારણે કોઈની અવસ્થાના ક્રમમાં ફેરફાર થાય એમ બનતું નથી. “હું જ્ઞાયક છું” એવી સ્વભાવન્મુખ દષ્ટિ થતાં ધર્મીને ક્રમબદ્ધપર્યાય નિર્મળપણે પરિણમવા લાગે છે, પરંતુ પર્યાયને આધીપાછી ફેરવવા ઉપર તેની દષ્ટિ નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવની દષ્ટિનો પુરુષાર્થ થતાં ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે.
[૬૩] અર્તાપણું સિદ્ધ કરવા ક્રમબદ્ધપર્યાયની વાત કેમ લીધી?
કોઈને એમ પ્રશ્ન થાય કે અહીં તો આત્માને અર્જા સિધ્ધ કરવો છે, તેમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત કેમ લીધી?–તો તેનું કારણ એ છે કે જીવ ને અજીવ બધાં દ્રવ્યો સ્વયં પોતપોતાની ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે-એ વાત બેઠા વિના, “હું પરને ફેરવી દઉં.' એવી íબુદ્ધિ છૂટતી નથી ને અર્તાપણું થતું નથી. હું જ્ઞાયકસ્વભાવ છું-ને દરેક વસ્તુની અવસ્થા ક્રમબદ્ધ થયા કરે છે તેનો હું જાણનાર છું પણ ફેરવનાર નથી, આવો નિશ્ચય થતાં íબુદ્ધિ છૂટી જાય છે ને અર્તાપણું એટલે કે સાક્ષીપણું-જ્ઞાયકપણું થઈ જાય છે. સ્વભાવથી તો બધા આત્મા અર્જા જ છે, પરંતુ પર્યાયમાં અર્તાપણું થઈ જાય છે તેની આ વાત છે.
[૬૪] ક્રમબદ્ધ છે તો ઉપદેશ કેમ?
પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે તો શાસ્ત્રમાં આટલો બધો ઉપદેશ કેમ આપ્યો એમ કોઈ પૂછે, તો કહે છે કે ભાઈ ! એ બધા ઉપદેશનું તાત્પર્ય તો જ્ઞાયક-સ્વભાવનો નિર્ણય કરાવવાનું છે. ઉપદેશની વાણી તો વાણીના કારણે ક્રમબદ્ધ નીકળે છે. આ કાળે આવી જ ભાષા કાઢીને હું બીજાને સમજાવી દઉં-એવી íબુદ્ધિ જ્ઞાનીને નથી.
[૬૫] વસ્તુસ્વરૂપનો એક જ નિયમ.
સૌ દ્રવ્ય પોતપોતાના પરિણામના ર્તા છે, કોઈ બીજાની લ૫ તેમાં નથી. “આવું નિમિત્ત આવે તો આમ થાય ને બીજું નિમિત્ત આવે તો બીજી રીતે થાય એવું વસ્તુસ્વરૂપમાં નથી. વસ્તુસ્વરૂપનો એક જ નિયમ છે કે દરેક દ્રવ્ય કમબદ્ધ-પર્યાયપણે ઊપજતું થયું પોતે જ પોતાની પર્યાયનું ક્ત છે, અને બીજાથી તે નિરપેક્ષ છે. વસ્તુ પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એમ ન માનતાં, બીજો તેમાં કોઈ ફેરફાર કરે એમ જે માને છે તેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ રહે છે, તેથી પર તરફથી ખસીને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ તે વળતો નથી એટલે તેને જ્ઞાતાપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com