________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯,
[૬૮] ક્રમબદ્ધપર્યાયમાં ભૂમિકા અનુસાર પ્રાયશ્ચિતાદિનો ભાવ હોય છે.
લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવાનું વર્ણન તો શાસ્ત્રમાં ઘણું આવે છે, દોષ થયો તે પર્યાય પણ ક્રમબદ્ધ છે તો પછી તેનું પ્રાયશ્ચિતાદિ શા માટે?''—એમ કોઈને શંકા ઊઠે તો તેનું સમાધાન એ છે કે સાધકને તે તે ભૂમિકામાં પ્રાયશ્ચિતાદિનો તેવો વિકલ્પ હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સાધકદશા વખતે ક્રમબદ્ધપર્યાયમાં તેવા પ્રકારના ભાવો આવે છે તે બતાવ્યું છે. “ક્રમબદ્ધપર્યાયમાં અમારે દોષ થવાનો હતો તે થઈ ગયો, માટે તેનું પ્રાયશ્ચિત શું? ”—એમ કોઈ કહે તો તે મિથ્યાદષ્ટિ-સ્વછંદી છે; સાધકને એવો સ્વછંદ હોતો નથી. સાધકદશા તો પરમ વિવેકવાળી છે. તેને હજી વીતરાગતા નથી થઈ તેમ સ્વછંદ પણ રહ્યો નથી, એટલે દોષોના પ્રાયશ્ચિત વગેરેનો શુભવિકલ્પ આવે એવી જ એ ભૂમિકા છે.
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા હોવા છતાં સમીતિને ચોથા ગુણસ્થાને એવો ભાવ આવે કે હું ચારિત્રદશા લઉં, મુનિને એવો ભાવ આવે કે લાગેલા દોષોની ગુરુ પાસે જઈને સરળપણે આલોચના કરું ને પ્રાયશ્ચિત લઉં-“કર્મ તો ખરવાના હશે ત્યારે ખરશે, માટે આપણે તપ કરવાની શી જરૂર છે?'' એવો વિકલ્પ મુનિને ન આવે; પણ તપ વડે નિર્જરા કરું-શુદ્ધતા વધારું-એવો ભાવ આવે.-આવું જ તે તે ભૂમિકાના ક્રમનું સ્વરૂપ છે.
ચારિત્રદશા તો ક્રમબદ્ધપર્યાયમાં જ્યારે આવવાની હશે ત્યારે આવી જશે” એમ કહીને સમકીતિ કદી સ્વછંદી કે પ્રમાદી ન થાય; દ્રવ્ય-દષ્ટિના જોરમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. ખરેખર દ્રવ્ય દષ્ટિવાળાને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજાય છે. ક્રમ ફરે નહિ છતાં પુરુષાર્થની ધારા તૂટે નહિ, -એ વાત જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ વિના બની શક્તી નથી. શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત વગેરેનું વર્ણન કરીને વચલી ભૂમિકામાં કેવા કેવા ભાવ હોય છે-તેનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર તો જ્ઞાતાને જ્ઞાનની અધિક્તામાં તે પ્રાયશ્ચિત વગેરેનો વિકલ્પ પણ શેયપણે જ છે.
[૬૯] ક્રમ-અક્રમ સંબંધમાં અનેકાન્ત અને સપ્તભંગી.
કોઈ એમ કહે છે કે “બધી પર્યાયો કમબદ્ધ જ છે એમ કહેવામાં તો એકાંત થઈ જાય છે, માટે કેટલીક પર્યાયો કમબદ્ધ છે ને કેટલીક અક્રમબદ્ધ છે-એમ અનેકાન્ત કહેવું જોઈએ ''–તો એમ કહેનાર મૂઢને એકાન્ત-અનેકાન્તની ખબર નથી. બધી પર્યાયો ક્રમબદ્ધ જ “હું” ને અક્રમરૂપ “નથી”—એવો અનેકાન્ત છે; અથવા ક્રમ-અક્રમનો અનેકાન્ત લેવો હોય તો આ પ્રમાણે છે કે બધા ગુણો દ્રવ્યમાં એક સાથે સહભાવપણે વર્તે છે તેથી તે અપેક્ષાએ દ્રવ્ય અક્રમરૂપ છે, અને પર્યાય અપેક્ષાએ ક્રમરૂપ છે, એ રીતે કથંચિત્ ક્રમરૂપ ને કથંચિત્ અક્રમરૂપ એવો અનેકાન્ત છે, પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com