________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૭
બીજી પર્યાયની ઉત્પત્તિ થવામાં વિરોધ છે, પણ જ્ઞાનપર્યાય પોતે ઊપજે અને તે જ વખતે તે સ્વને જાણે-એવી બંને ક્રિયા એક સાથે હોવામાં કાંઈ વિરોધ નથી, કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વ-૫૨ને પ્રકાશવાનો છે. જ્ઞાન પોતે પોતાને નથી જાણતું–એમ માનનારે ખરેખર જ્ઞાનને જ માન્યું નથી. અહીં તો કહે છે કે જ્ઞાની પોતે પોતાને જાણતો થકો ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે છે. આ વાત બરાબર સમજવા જેવી છે.
[૮૨] લોકોત્ત૨ દૃષ્ટિની વાત સમજવા માટે જ્ઞાનની એકાગ્રતા.
કોલેજના મોટા પ્રોફેસરોના ભાષણ કરતાં પણ આ તો જુદી જાતની વાત છે; ત્યાં તો સમજવા માટે ધ્યાન રાખે તો પણ જેટલો પૂર્વનો ઉઘાડ હોય તે પ્રમાણે જ સમજાય; અને સમજે તો પણ તેમાં આત્માનું કાંઈ કલ્યાણ નથી. અને આ તો લોકત્તરદષ્ટિની વાત છે, આમાં ધ્યાન રાખીને સમજવા માટે જ્ઞાનને એકાગ્ર કરે તો વર્તમાનમાં પણ નવો નવો ઉઘાડ થતો જાય, ને અંત૨માં એકાગ્ર થઈને સમજે તેનું તો અપૂર્વ કલ્યાણ થઈ જાય.
[૮૩ ] સમકીતિ નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે.
જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતાં, તેના અનંતગુણો એક સાથે પરિણમે છે, જ્ઞાયકસ્વભાવસન્મુખ ઝુકાવ થયો ત્યાં શ્રદ્ધા-જ્ઞાન-ચરિત્ર વગેરે બધા ગુણોના પરિણમનમાં નિર્મળતાના અંશની શરૂઆત થઈ જાય છે, પછી ભલે તેમાં ઓછો-વધતો અંશ વ્યક્ત હોય; ચોથા ગુણસ્થાને ક્ષાયકશ્રદ્ધા થઈ જાય છતાં જ્ઞાન-ચારિત્ર પૂરાં થઈ જતાં નથી પરંતુ તેનો અંશ તો પ્રગટ થઈ જાય છે. આ રીતે સમકીતિને નિર્મળપર્યાયપણે ઊપજવાની જ મુખ્યતા છે, અસ્થિરતાના જે રાગાદિભાવો થાય છે તે તેની દૃષ્ટિમાં ગૌણ છે, અભૂતાર્થ છે. જ્ઞાયકભાવ ઉપર દષ્ટિ રાખીને સમકીતિ નિર્મળ-ક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે, રાગાદિપણે તે ખરેખર ઊપજતો જ નથી.
[૮૪ ] ક્રમબદ્ઘપરિણામમાં છ છ કા૨ક.
આચાર્યદેવ કહે છે કે ‘જીવ પોતાના ક્રમબદ્ધપરિણામે ઊપજતો થકો જીવ જ છે,
3
અજીવ નથી; ' તેમાં છએ કારક લાગુ પડે છે, તે આ પ્રમાણે
૧ જીવ પોતે પોતાની પર્યાયના ર્દાપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનો ર્તા નથી. ૨ જીવ પોતે પોતાના કર્મપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કર્મ નથી.
૩ જીવ પોતે પોતાના કરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કરણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com