________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માણસ ડબામાં પશ્ચિમ તરફ ચાલતો હોય, તેથી કાંઈ તેની તે પર્યાય અક્રમપણે નથી થઈ. અરે! ટ્રેઈન પૂર્વમાં જતી હોય ને આખી ટ્રેઈન પાછી ચાલીને પશ્ચિમમાં જાય, તો તે પણ ક્રમબધ્ધ જ છે. પર્યાયોનું ક્રમબધ્ધપણું દ્રવ્યના ઊર્ધ્વપ્રવાહુ ક્રમની અપેક્ષાએ છે. આ ક્રમબધ્ધપર્યાયની વાત ધણા જીવોએ તો હજી યથાર્થપણે સાંભળી પણ નથી. ક્રમબધ્ધપણું શું છે અને કઈ રીતે છે, તથા તેનો નિર્ણય કરનારનું ધ્યેય કયાં જાય છે-તે વાત લક્ષમાં લઈને સમજે પણ નહિ, તો તેની પ્રતીત કયાંથી થાય? વસ્તુમાં અનંત ગુણો છે તે બધા એક સાથે પથરાયેલા-તિર્યકુપ્રચયરૂપ છે તેથી તે અક્રમરૂપ છે, અને પર્યાયો એક પછી એક-વ્યતિરેકરૂપ-ઊર્ધ્વપ્રચયરૂપ છે તેથી તે ક્રમરૂપ છે.
[૭૨] ક્રમબધ્ધપર્યાયનો જ્ઞાતા કોણ?
જુઓ, ક્રમબધ્ધપર્યાય તો જીવ તેમ જ અજીવ બધા દ્રવ્યોમાં છે; પરંતુ આ વાત કાંઈ અજીવને નથી સમજાવતા, આ વાત તો જીવને સમજાવે છે કેમ કે જીવ જ જ્ઞાતા છે. જ્ઞાતાને પોતાના જ્ઞાયકસ્વભાવનું ભાન થતાં તે ક્રમબધ્ધપર્યાયનો પણ જ્ઞાતા થઈ જાય છે.
[૭૩] ભાષાનો ઉત્પાદક જીવ નથી.
પાંચે અજીવ દ્રવ્યો પણ પોતપોતાના ગુણોથી પોતાના ક્રમબધ્ધ નિયમિત પરિણામપણે ઊપજતા થકા અજીવ જ છે, જીવ નથી. અજીવદ્રવ્યો-તેનો એકેક પરમાણુ પણ-પોતે પોતાના છ કારકરૂપે થઈને પોતાની ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે; તે કોઈ બીજાના ર્તા નથી, તેમજ બીજાનું કાર્ય થઈને તેને પોતાનું ર્જા બનાવે એમ પણ નથી. ભાષા બોલાય તે અજીવની કમબધ્ધપર્યાય છે, ને તે પર્યાયપણે અજીવદ્રવ્ય ઊપજે છે, જીવ તેને ઉપજાવતો નથી.
પ્રશ્ન-કેવળીભગવાનની દિવ્યવાણી તો ઇચ્છા વગર સહજપણે નીકળે છે તેથી તે ક્રમબધ્ધપર્યાય છે અને તેને તો જીવ ઉપજાવતો નથી-એમ ભલે કહો, પરંતુ છદ્મસ્થની વાણી તો ઈચ્છાપૂર્વક છે તેથી છદ્મસ્થ તો પોતાની ઈચ્છા મુજબ ભાષાને પરિણમાવે છે ને ?
ઉત્તર:-ભાઈ; એમ નથી. કેવળીભગવાનને કે છદ્મસ્થને જે વાણી નીકળે છે તે તો અજીવના પોતાના તેવા ક્રમબદ્ધ પરિણામોથી જ નીકળે છે, જીવને લીધે નહિ. છદ્મસ્થને તે કાળે ઈચ્છા હોય, પણ તે ઇચ્છાએ વાણીને ઉપજાવી નથી. અને ઇચ્છા છે તે પણ જ્ઞાતાનું શેય છે, જ્ઞાનની અધિક્તામાં ધર્મી જીવ તે ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com