________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
રાખીને શરીરને સાચવી ઘે-એમ નથી. જીવના કારણ વગર જ અજીવ તેની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે. આત્માનો સ્વભાવ પોતાના શાયકભાવપણે ઊપજવાનો છે.
“અરે! આ શરીરનો હાથ જેમ ઊંચો નીચો કરવો હોય તેમ આપણે કરી શકીએ, શું આપણામાં એટલી શક્તિ નથી કે પરમાણુને ફેરવી શકીએ?'' એમ અજ્ઞાનીઓ દલીલ કરે છે.
જ્ઞાની કહે છે કે અરે ભાઈ ! શું પરમાણુમાં એવી શક્તિ નથી કે તે તેના ક્રમબદ્ધપરિણામથી ઊંચાનીચા થાય? શું અજીવદ્રવ્યોમાં કાંઈ તાકાત નથી? ભાઈ ! અજીવમાં પણ એવી તાકાત છે કે તારા કારણપણા વગર જ સ્વયં તે પોતાની હુલન ચલનાદિ અવસ્થારૂપે ઊપજે છે, તેની અવસ્થામાં તે તદ્રુપ છે; તેનામાં કાંઈપણ ફેરફાર કરવાની જીવની શક્તિ નથી. જીવમાં તેને જાણવાની શક્તિ છે. માટે તું તારા શાયકસ્વભાવનો નિર્ણય કર, ને અજીવના ર્તાપણાની બુદ્ધિ છોડ.
[૩]
પ્રવચન ત્રીજું [ વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૪]
જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે ઇષ્ટોપદેશ છે. આ “યોગ્યતા” કહીને સમય સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઈષ્ઠ છે, આ સિવાય પરને લીધે કાંઈ થવાનું બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઇષ્ટ નથી-હિતકારી નથી-પ્રિય નથી. સમય સમયની દમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઇષ્ટ છે.
[૬૧] અધિકારની સ્પષ્ટતા.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, “સર્વવિશુદ્ધજ્ઞાન' એટલે એકલો જ્ઞાયકભાવ. જ્ઞાયકસ્વરૂપ જીવ કર્મનો ર્જા નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. ક્રમબદ્ધપર્યાયના વર્ણનમાં આત્માનો જ્ઞાયકસ્વભાવ સિધ્ધ કરીને તેને અર્જા બતાવ્યો છે, આત્મા નિમિત્ત તરીકે પણ જડકર્મનો નથી–એવો તેનો સ્વભાવ છે. [૬૨] ક્રમબધ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ કયારે ચાલુ થાય?
પ્રથમ તો જીવની વાત કરી કે જીવ પોતાના અનંતગુણોના પરિણામોથી ક્રમબદ્ધ નિયમિતપણે ઊપજે છે, અને તે પરિણામમાં અનન્યપણે તે જીવ જ છે, અજીવ નથી. આમાં દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણે આવી ગયા. પોતાના અનાદિઅનંત પરિણામોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com