________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૬
ગુણના પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય છે. આવા વસ્તુસ્વભાવનો નિર્ણય કરતાં જ્ઞાન સ્વસન્મુખ થઈને અક્તપણે-સાક્ષીભાવે પરિણમ્યું; ત્યાં, સાધક-દશા હોવાથી હજી અસ્થિરતાનો રાગ પણ થાય છે પરંતુ જ્ઞાન તો તેનુંય સાક્ષી છે. સ્વ-૫૨પ્રકાશક જ્ઞાન ખીલ્યું તેની ક્રમબદ્ધપર્યાય એવી જ છે કે તે સમયે જ્ઞાયકને જાણતાં તેવા રાગને પણ જાણે. આવું જ્ઞાયકપણું જે ન માને ને પર્યાયના ક્રમમાં ફેરફાર કરવાનું માને તો તે જીવ આત્માના જ્ઞાનસ્વભાવને માનતો નથી, કેવળીભગવાનને પણ તે નથી માનતો, કેવળીભગવાને કહેલાં શાસ્ત્રોને પણ તે નથી માનતો અને કેવળજ્ઞાનના સાધક ગુરુ કેવા હોય તેને પણ તે જાણતો નથી. ક્રમબદ્ધ-પર્યાયની પ્રતીત કરીને જેણે પોતાના જ્ઞાનસ્વભાવને પ્રતીતમાં લીધો તેને સમ્યગ્દર્શનાદિ થયા છે, અને તેણે જ ખરેખર કેવળીભગવાનને, કેવળીના શાસ્ત્રોને તથા ગુરુને માન્યા છે.
[ ૩૯ ] પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થવાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય થાય છે.
જુઓ, આમાં આત્માના જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ‘ ક્રમબદ્ધ-પર્યાય ’નો એવો અર્થ નથી કે જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યગ્દર્શન થઈ જાય ! અથવા ગમે તેવા તીવ્ર વિષયકષાયોમાં વર્તતો હોય કે એકેન્દ્રિયાદિ પર્યાયમાં વર્તતો હોય છતાં તેને પણ ક્રમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ થઈ જાય-એમ કદી બનતું નથી. જે કુધર્મને માને છે, તીવ્ર વિષય-કષાયમાં વર્તે છે, કે એકેન્દ્રિયાદિમાં પડયા છે, તેને કયાં પોતાના જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની ખબર છે? પર્યાય ક્રમબધ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધપર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે, અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ અમને સમ્યગ્દર્શનાદિ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો તે ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી. જે જીવ કુદેવને માને છે, કુગુરુને માને છે, કુધર્મને માને છે, સ્વછંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે-એવા જીવને ક્રમ-બદ્ધપર્યાયની શ્રદ્ધા જ થઈ નથી. ભાઈ! તારા જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધપર્યાયને કયાંથી જાણી? જ્યાં સુધી કુદેવ-કુધર્મ વગેરેને માને ત્યાં સુધી તેની ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનની લાયકાત થઈ જાય એમ બન્ને નહિ. સમ્યગ્દર્શનની લાયકાતવાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ યોગ્ય જ હોય છે, એકેન્દ્રિયપણું વગેરે પર્યાયમાં તે પ્રકારના જ્ઞાન, પુરુષાર્થ વગેરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com