________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૯
ખરેખર આ વાત સાંભળી નથી. એ જ વાત સમયસારની ચોથી ગાથામાં આચાર્યદેવે મૂકી છે, ત્યાં કહ્યું છે કે એકત્વ-વિભક્ત શુદ્ધાત્માનું શ્રવણ જીવે પૂર્વે દી કર્યું નથી; અનંતવાર સાક્ષાત્ તીર્થંકર ભગવાનના સમવસરણમાં જઈને દિવ્ય-ધ્વનિ સાંભળી આવ્યો, છતાં આચાર્યભગવાન કહે છે કે તેણે શુદ્ધાત્માની વાતનું શ્રવણ કર્યું જ નથી.-કેમ ? કારણ કે અંતરમાં ઉપાદાન જાગૃત કરીને તે શુધ્ધાત્માથી રુચિ ન કરી તેથી તેને શ્રવણમાં નિમિત્તપણું પણ ન આવ્યું.
[૪૪] જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી, સાધકને જ ક્રમબદ્ધપર્યાયની ખરી શ્રદ્ધા છે.
પ્રશ્ન:-ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થાય પણ પર્યાયના ક્રમમાંથી સ્વછંદ ન ટળે તો?
ઉત્ત૨:-એમ બને જ નહિ, ભાઈ! ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરે તેને પર્યાયમાં સ્વછંદનો ક્રમ રહે જ નહિ, કેમકે જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેણે તે પ્રતીત કરી છે. જ્ઞાનસ્વભાવની ઓળખાણના પુરુષાર્થ વિના એકલી ક્રમબદ્ઘપર્યાયનું નામ લ્યે, તેની અહીં વાત નથી, કેમકે જ્ઞાનસ્વભાવની ઓળખાણ વગર તે ક્રમબદ્ધપર્યાયને પણ સમજ્યો નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળીને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરી ત્યાં તો અનંત ગુણોનો અંશ નિર્મળરૂપે પરિણમવા માંડયો છે; શ્રદ્ધામાં સમ્યગ્દર્શન થયું જ્ઞાનમાં સમ્યાન થયું; આનંદના અંશનું વેદન થયું, વીર્યનો અંશ સ્વ તરફ વળ્યો, એ રીતે બધા ગુણોની અવસ્થાના ક્રમમાં નિર્મળતાની શરૂઆત થઈ ગઈ. હજી જેને શ્રદ્ધા-જ્ઞાન સમ્યક્ થયા નથી, આનંદનું ભાન નથી, વીર્યબળ અંતરસ્વભાવ તરફ વળ્યું નથી, તેને ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. ક્રમબદ્ધપર્યાયની પ્રતીતની સાથે તો સ્વભાવ તરફનો પુરુષાર્થ છે, શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થયા છે, આનંદ અને વીતરાગનો અંશ પ્રગટ થયો છે, એટલે ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. સાધકદશામાં અસ્થિરતાનો રાગ આવે પણ ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. અને જે રાગ છે તેનો પણ પરમાર્થે તો તે જ્ઞાની જ્ઞાતા જ છે. આ રીતે આમાં ભેદજ્ઞાનની વાત છે. સમ્યગ્દર્શન કહો, ભેદજ્ઞાન કહો, કે જ્ઞાયકભાવનો પુરુષાર્થ કહો, કે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત કહો–એ બધું ભેગું જ છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાવાળાને હઠ પણ નથી રહેતી તેમજ સ્વછંદ પણ નથી રહેતો. સમ્યક્શ્રદ્ધા થવા ભેગું જ તેણે તે ક્ષણે જ ચારિત્ર પ્રગટ કરીને મુનિ-પણું લઈ લેવું જોઈએ-એમ હઠ ન હોય, અને ગમે તેવો રાગ થાય તેનો વાંધો નથી એવો સ્વછંદ પણ ન હોય, શાયભાવરૂપ મોક્ષમાર્ગનો ઉધમ તેને ચાલ્યા જ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com