________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૮
નિર્ણય કરતો નથી, ને ‘આવું નિમિત્ત જોઈએ ને આવો વ્યવહાર જોઈએ' એમ વ્યવહારની રુચિમાં રોકાઈ જાય છે તેને જરા પણ હિત થતું નથી. અહો! હું જ્ઞાયક છું-એ મૂળ વાત જેને પ્રતીતમાં આવી તેને ક્રમબદ્ધપર્યાય બેઠા વગર રહે નહિ; અને જ્યાં આ વાત બેઠી ત્યાં બધા ખુલાસા થઈ જાય છે.
[૪૨] હા૨ના મોતીના દષ્ટાંતે ક્રમબધ્ધપર્યાયની સમજણ; અને જ્ઞાનને સમ્યક કરવાની રીત.
પ્રવચનસારની ૯૯ મી ગાથામાં લટક્તા હારનું દૃષ્ટાંત આપીને ઉત્પાદ-વ્યય-ધ્રુવ સિદ્ધ કર્યા છે, તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની વાત આવી જાય છે. જેમ લટક્તા હારમાં દરેક મોતી પોતપોતાનાં સ્થાનમાં પ્રકાશે છે, તેમાં પછી પછીના સ્થાને પછી પછીનું મોતી પ્રકાશે છે ને પહેલાં પહેલાંના મોતીઓ પ્રકાશતા નથી; તેમ લટક્તા હારની માફક પરિણમતા દ્રવ્યમાં સમસ્ત પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે; તેમાં પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થાય છે ને પહેલાં પહેલાંના પરિણામો પ્રગટ થતા નથી. (જુઓ ગાથા ૯૯ની ટીકા) લટક્તા હારના દોરામાં તેનું દરેક મોતી યથાસ્થાને ક્રમબદ્ધ ગોઠવાયેલું છે, જો તેમાં આડુંઅવળું કરવા જાય-પાંચમા નંબરનું મોતી ત્યાંથી ખસેડીને પચીસમા નંબરે મૂકવા જાય-તો હારનો દોરો તૂટી જશે એટલે હારની સળંગતા તૂટી જશે. તેમ જગતના દરેક દ્રવ્યો ઝૂલતા એટલે કે પરિણમતા છે. અનાદિ અનંત પર્યાયરૂપ મોતી ક્રમબદ્ધ ગોઠવાયેલા છે, તેને ન માનતાં એકપણ પર્યાયનો ક્રમ તોડવા જાય તો ગુણનો ને દ્રવ્યનો ક્રમ તૂટી જશે, એટલે કે શ્રદ્ધા જ મિથ્યા થઈ જશે. હું તો જ્ઞાયક છું, હું નિમિત્ત થઈને કોઈની પર્યાયમાં ફેરફાર કરી દઉં એવું મારું સ્વરૂપ નથી એમ જ્ઞાયકસ્વભાવની પ્રતીત વડે અર્દાપણું થઈ જાય છે અર્થાત્ સમ્યગ્નાન થાય છે, અને તે જ જીવ સ્વપરપ્રકાશક જ્ઞાન વડે આ ક્રમબદ્ધપર્યાયને યથાર્થ પણે જાણે છે. આ રીતે હજી તો જ્ઞાનને સમ્યક્ કરવાની આ રીત છે; આ સમજ્યા વગર સમ્યજ્ઞાન થાય નહિ.
[૪૩] શાયકભાવનું પરિણમન કરે તે જ સાચો શ્રોતા.
આ ક્રમબદ્ધપર્યાયના વિષયમાં અત્યારે ઘણી ગરબડ જાગી છે તેથી અહીં તેનું વિશેષ સ્પષ્ટીકરણ થાય છે. હજી તો આ વાતના શ્રવણનો પણ જેને પ્રેમ ન આવે તે અંતરમાં પાત્ર થઈને પરિણમાવે કયાંથી? અને એકલા શ્રવણનો પ્રેમ કરે પણ જો સ્વછંદ ટાળીને અંતરમાં જ્ઞાયકભાવનું પરિણમન ન કરે તો તેણે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com