________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
[૪૫] આ સમજે તો બધા ગોટા નીકળી જાય.
અત્યારે ઉપાદાન-નિમિત્તના ને નિશ્ચય-વ્યવહારના ઘણા ગોટા ચાલે છે, જો આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ બરાબર સમજે તો તે બધા ગોટા નીકળી જાય તેમ છે. “દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામ પણે ઊપજે છે” એમ કહ્યું તેમાં તે તે પર્યાયનું ક્ષણિક ઉપાદાન આવી જાય છે. એકેક સમયની પર્યાય પોતપોતાના ક્ષણિક ઉપદાનથી જ ક્રમબદ્ધપણેનિયમિતપણે ઊપજે છે; પોતાના પરિણામોથી જ એટલે કે તે સમયની ક્ષણિક લાયકાતથી જ ઊપજે છે, નિમિત્તથી ઊપજતાં નથી. દરેક ગુણમાં પોતપોતાના ક્ષણિક ઉપાદાનથી ક્રમબદ્ધપરિણામ ઊપજે છે, એ રીતે અનંત ગુણોના અનંત પરિણામો એક સમયમાં ઊપજે છે, આ જે ક્રમબદ્ધપણું કહેવામાં આવે છે તે “ઉદ્ધર્વતાસામાન્ય” અપેક્ષાએ એટલે કે કાળપ્રવાહની અપેક્ષાએ કહેવાય છે.
[૪૬] વજભીંત જેવો નિર્ણય.
ભાઈ ! તારા જ્ઞાનને અંતરમાં વાળીને એકવાર વજભીંત જેવો યથાર્થ નિર્ણય તો કર. વજભીંત જેવો નિર્ણય કર્યા વગર મોક્ષમાર્ગ તરફ તારું વીર્ય ઊપડશે નહિ. આ નિર્ણય કરતાં તારી પ્રતીતમાં જ્ઞાનની અધિક્તા થઈ જશે ને રાગ તે જ્ઞાનનું જ્ઞય થઈ જશે આ સિવાય પરને હું કરું ને પરને હું ફેરવું-એવી બુદ્ધિ તે તો સંસારભ્રમણના કારણરૂપ છે.
[૪૭] કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે.
આત્મા જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન કોને ફેરવે? જેમ કેવળીભગવાન જગતના જ્ઞાતાદિષ્ટા જ છે, તેમ આ આત્મા પણ જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરી રહ્યો છે. ભગવાન પૂરું એક સમયમાં જાણે છે ને આ જીવ અલ્પ જાણે છે, એટલો જ ફેર છે. પણ પોતાના જ્ઞાતાદાપણાની પ્રતીત ન કરતાં, અન્યથા માનીને જીવ સંસારમાં રખડે છે. ઓછું ને વધારે એવા ભેદને ગૌણ કરી નાખે તો બધા જીવોમાં જ્ઞાનનો એક જ પ્રકાર છે, બધા ય જીવો જ્ઞાનસ્વરૂપ છે ને જાણવાનું જ કાર્ય કરે છે; પણ જ્ઞાનપણે પોતાનું અસ્તિત્વ છે તેને પ્રતીતમાં ન લેતાં, જ્ઞાનના અસ્તિત્વમાં પરનું અસ્તિત્વ ભેગું ભેળવીને પર સાથે એકપણું માને છે, તે જ દુઃખ અને સંસાર છે.
[૪૮] નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અર્તા છે.
સર્વજ્ઞભગવાનને તો પરિપૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે, તે ભગવાન તો “જ્ઞાયક છે માટે તે પરમાં કાંઈ ફેરફાર ન કરે-એ વાત તો બરાબર, પણ આ જીવ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com