________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
કરી-એમ નથી, પણ તેવી અવસ્થા થવા વખતે જીવના તેવા પરિણામ નિમિત્ત હોય છેએમ જણાવ્યું છે. બધે ઠેકાણે એક જ અબાધિત નિયમ છે કે પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે ને આત્મા જ્ઞાયક છે, ફેરફાર કરનાર નથી. જીવે શુભભાવ કર્યા અને કર્મમાં અસાતા પલટીને સાતા થઈ, ત્યાં તે કર્મની અવસ્થામાં ફેરફાર તો થયો છે, પરંતુ તેથી કાંઈ નની અવસ્થાનો ક્રમ તૂટયો નથી, તેમજ જીવે શુભભાવ કરીને તે અજીવમાં ફેરફાર કર્યો એમ પણ નથી; અસાતા પલટીને સાતા થઈ ત્યાં એવો જ તે અજીવની અવસ્થાનો ક્રમ હતો.
[ ૨૯] દ્રવ્ય સત્. પર્યાય પણ સત્
જીવ બધું છોડીને ચાલ્યો ગયો એમ લોકો કહે છે, પણ ત્યાં કંઈ જીવપણું તેણે છોડયું છે? જીવ જીવપણે રહીને બીજે ગયો છે ને! જેમ જીવ જીવપણે સત્ રહ્યો છે તેમ જીવની એકેક સમયની પર્યાય પણ તે તે સમયનું સત્ છે, તે પલટીને બીજા સમયની પર્યાયપણે થઈ જતી નથી.
[૩૦] જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધું છે.
હું જ્ઞાન છું-જ્ઞાયક છું એમ ન માનતાં પરમાં ફેરફાર કરવાનું માને છે તે બુદ્ધિ જ મિથ્યા છે. ભાઈ ! આત્મા જ્ઞાન છે-એ વાતના નિર્ણય વિના તારું ભણતર ઊંધું છે, તારા તર્ક અને ન્યાય પણ ઊંધા છે. જ્ઞાનસ્વભાવની ગમ પડયા વગર આગમ પણ અનર્થકારક થઈ પડે છે. શાસ્ત્રમાં નિમિત્તથી કથન આવે ત્યાં અજ્ઞાની પોતાની ઊંધી દષ્ટિ પ્રમાણે તેનો આશય લઈને ઉલટો મિથ્યાત્વને પોષે છે.
[૩૧] “હું તો જ્ઞાયક છું.'
બધાય જીવોની પર્યાય ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? બધાય અજીવની પર્યાય પણ ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું?-હું તો જ્ઞાયક છું, જ્ઞાયકપણું જ મારો પરમ સ્વભાવ છે. હું જ્ઞાતા જ છું, કોઈનો ફેરવનાર નથી. કોઈનું દુઃખ મટાડી દઉં કે સુખ કરી દઉં એ વાત મારામાં નથી-આમ પોતાના જ્ઞાયક આત્માનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે.
[૩૨] બધું ફેરવીને આ વાત સમજવી પડશે.
સોલાપુરમાં અધિવેશન વખતે વિદ્વત્ પરિષદે આ ક્રમબદ્ધપર્યાય સંબંધમાં ચર્ચા ઉપાડી હતી, પણ તેનો કાંઈ નિર્ણય બહાર ન આવ્યો, એમ ને એમ ભીનું સંકેલી લીધું કેમકે જો આ વાતનો નિર્ણય કરવા જાય તો, નિમિત્તને લીધે કયાંય ફેરફાર થાય એ વાત રહેતી નથી. ને અત્યાર સુધી ઘૂંટેલું બધું ફેરવવું પડે છે. પણ તે બધું ફેરવીને, ક્રમબદ્ધપર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com