________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમ અને જૈનદર્શનનું રહસ્ય ગોઠવી દીધું છે. ભગવાન આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, તે તો જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરે છે. કયાંય ફેરફાર કરે એવો તેનો સ્વભાવ નથી, ને રાગને પણ ફેરવવાનો તેનો સ્વભાવ નથી, રાગનો પણ તે જ્ઞાયક છે. જીવ ને અજીવ બધા પદાર્થોની ત્રણે કાળની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, આત્મા તેનો જ્ઞાયક છે.-આવો જ્ઞાયક આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે.
[૨] જીવ-અજીવનાં ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો જ્ઞાયક સ્વભાવ.
(ટીકા) ““નીવો દિ તાવત નિયમિતાભપરિણામંત્પદ્યમાનો નીવ ઈવ नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव एव न जीवः,।।."
આચાર્યદવ કહે છે કે ““પ્રથમ તો” એટલે કે સૌથી પહેલાં એ નિર્ણય કરવો કે જીવ ક્રમબદ્ધ-ક્રમનિયમિત એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી. જુઓ આ મહા સિદ્ધાંત! જીવ કે અજીવ દરેક વસ્તુમાં ક્રમબદ્ધપર્યાય થાય છે, તેમાં આડુંઅવળું થતું જ નથી. અત્યારે ઘણા પંડિતો અને ત્યાગી વગેરે લોકોમાં આની સામો મોટો વાંધો ઊઠ્યો છે, કેમ કે આ વાતનો નિર્ણય કરવા જાય તો પોતાનું અત્યાર સુધી માનેલું કાંઈ રહેતું નથી. ૨૦૦૩ ની સાલમાં (પ્રવચન-મંડપના ઉદ્ઘાટન પ્રસંગે) હુકમીચંદજી શેઠની સાથે દેવકીનંદજી પંડિત આવેલા, તેમને જ્યારે આ વાત બતાવી ત્યારે તે આશ્ચર્ય પામ્યા હતા કે અહો ! આવી વાત છે!! આ વાત અત્યાર સુધી અમારા લક્ષમાં નહોતી આવી. જીવો છે ને જીવ કરતાં અનંતગુણા અજીવ છે, તે બધાય દ્રવ્યો પોતપોતાના ક્રમ નિયમિત પરિણામે ઊપજે છે. જે સમયે જે પર્યાયનો ક્રમ છે તે એક સમય પણ આગળ પાછળ ન થાય. ૧OO નંબરની જે પર્યાય હોય તે ૯૯મા નંબરે ન થાય, તેમજ ૧૦૦ નંબરની પર્યાય ૧૦૧ મા નંબરે પણ ન થાય. આ રીતે દરેક પર્યાયનો સ્વકાળ નિયમિત છે, ને બધાંય દ્રવ્યો ક્રમબદ્ધપર્યાયે પરિણમે છે. પોતાના સ્વભાવનો નિર્ણય થયો
ત્યાં ધર્મી જાણે છે કે હું તો જ્ઞાયક છું, હું કોને ફેરવું? એટલે ધર્મીને પરને ફેરવવાની બુદ્ધિ નથી, રાગને પણ ફેરવવાની બુદ્ધિ નથી, તે રાગનો પણ જ્ઞાયકપણે જ રહે છે.
[૩] સર્વજ્ઞ ભગવાન “જ્ઞાયક છે. “કારક' નથી.
પહેલાં તો એમ નિર્ણય કરવો જોઈએ કે આ જગતમાં એવા સર્વજ્ઞભગવાન છે કે જેમને આત્માનો જ્ઞાનસ્વભાવ પૂર્ણ ખીલી ગયો છે, અને મારો આત્મા પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com