________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ગુજરાતી હરિગીત ] જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે,
જયમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩/૮ જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં,
તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯ ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે,
| ઉપજાવતો નથી કોઈને તેથી જ કારણ પણ ઠરે. ૩૧૦ રે! કર્મ-આશ્રિત હોય , કર્મ પણ ર્તા તણે,
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧
[ ટીકાનો ગુજરાતી અનુવાદ ] પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે. જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદામ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી, અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, ક્ન-કર્મની અન્યનિરપેક્ષપણે (-અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું ર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અર્જા ઠરે છે.
[-સમયસાર ગુજરાતી બીજી આવૃત્તિ] સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપરનાં આ પ્રવચનો છે, મૂળ ગાથા તથા ટીકામાં રહેલા ગંભીર રહસ્યને પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં બહુ જ સ્પષ્ટપણે ખૂલ્લું કરીને સમજાવ્યું છે.
[૧]
પ્રવચન પહેલું [વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૨]
[૧] અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા
આ અલૌકિક ગાથાઓ છે અને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકા પણ એવી જ અલૌકિક કરી છે. ટીકામાં ક્રમબદ્ધપર્યાયની વાત કરીને તો આચાર્યદેવે જૈનશાસનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com