Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નવલિકા પણ રજૂઆત મોળી છે. અનુવાદિત કથાઓમાં લેખિકાની ભાવવાહી ભાષા નોંધવા યોગ્ય છે.
“રહિણ' (નાગરદાસ પટેલ)માં જુદા જુદા રસની ૨૪ વાર્તાઓ સંગ્રહેલી છે. વાર્તાઓ નિર્દોષ, સાદી અને મનોરંજક છે.
“દશમી (પ્રકાશમ)માં ૧૦ વાર્તાઓ આપેલી છે. વાર્તાઓ કલાગુણમાં ઊતરતી છે પરંતુ મનોરંજનનું કાર્ય કરે છે.
દિગંત' (હિનીચંદ્ર)માં પણ દસ વાર્તાઓ છે. બધી વાર્તાઓ સામાજિક છે અને નીચલા થરનાં પાત્રોના જીવનકલહનાં ચિત્રો તેમાં મુખ્યત્વે તરી આવે છે. વાર્તાકલા અને કવિતાકલા વચ્ચેનો ભેદ અણપારો રહેવાથી કથાઓ વિરૂપ બની જવા પામી છે.
“ઉમા (પ્રહલાદ બ્રહ્મભટ્ટ) મધ્યમ વર્ગના સમાજના નારીજીવનના ભિન્નભિન્ન પ્રશ્નો ચર્ચાતી ચૌદ કથાઓને સંગ્રહ છે. પ્રશ્નો માટેની ઘટનાઓ પણ સમાજજીવનમાંથી જ મળી આવી હોય તેવી છે. કલાત્મક સંક્ષિપ્તતાનો અભાવ અને ભાષાની કૃત્રિમતા શિલીને બેડોળ બનાવે છે.
દેવદાસી' (ડો. રઘુનાથ કદમ)માં દસ સુવાચ્ય સામાજિક વાર્તાઓ છે. બધી ય સાદી શૈલીની રસિક અને મનોરંજક વાર્તાઓ છે.
“સોરઠી ગાથા' (‘મયૂરઃ મગનલાલ શામજી)માં સોરઠનાં શીર્ય-વીર્યની ઘાતક કથાઓ રસધાર'ની શૈલીનું અનુકરણ કરીને લખવામાં આવી છે.
“રણબંકા' (મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ)માં ભૂતકાળના રાજપૂતોના શૌર્યની વાર્તાઓ આપી છે. વટ, ધૂન કે ગાંડપણ પાછળ ખપી ગયેલાઓને શરાએ તરીકે બિરદાવનારી કેટલીક કથાઓ ઈષ્ટ ન લેખાય. લેખનશૈલી સામાન્ય પ્રકારની છે.
“વીર શાર્દૂલ અને બીજી વાતો' (ગુલાબચંદ વલ્લભજી શેઠ)માં વીર શાલ એ રાજપૂત કાળની વીરતા તથા પ્રેમની રોમાંચક લાંબી વાર્તા છે. અને બીજી સાત મનોરંજક કથાઓ છે. શિલી સામાન્ય પ્રકારની અને ભાષા સાદી છે.
સિંધના સિહો” (મગનલાલ દ. ખvખર) સિંધના વીર તથા રાજપુરાનાં જીવનની રોમાંચક ઘટનાઓવાળી કથાઓનો આ સંગ્રહ છે. ઇતિહાસની પછીત ઉપર રચાયેલી લોકકથાઓને માટે ભાગે આધાર લેવામાં આવેલો જણાય છે. લખાવટ સીધીસાદી અને લોકકથા પદ્ધતિની છે.
ખાંડાના ખેલ” (તારાચંદ્ર પી. અડાલજા) એ શુરવીરતા અને નૈતિક વીરતા દાખવનારાં ઐતિહાસિક કે દંતકથાનાં પાત્રોનાં તરેહવાર પરાક્રમોની