Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચતિાવલિ-વિદેહ ગ્રંથકારી
અભ્યાસ તેમણે ખાનગી રીતે કર્યાં હતેા. પુસ્તકવાચનના અત્યંત શાખ હેવાથી તેમણે સંખ્યાબંધ પુસ્તકો વસાવ્યાં હતાં, ખૂબ વાચન કર્યું હતું, તેમજ લેખનવ્યવસાય પણ સને ૧૯૩૮માં તેમનું મૃત્યુ થયું ત્યાંસુધી ચલાવ્યેા હતેા.
નાટક કંપનીઓમાં તેમણે નાની વયે એક્ટર તરીકે કામ કરેલું, અને એ જ વખતથી તેમણે વાચન—લેખનમાં રચ્યાપચ્યા રહેવા માંડયું હતું. લેખનવ્યવસાય હસ્તગત થયા પછી નાટક કંપનીએ।માં કામ કરવાનું તેમણે લગભગ છેાડી દીધું હતું. મરાઠી, હિંદી, ઉર્દૂ અને બંગાળી ભાષાનું જ્ઞાન પણ તેમણે રફતેરફતે મેળવ્યું હતું અને એ ભાષાઓનાં કેટલાંક પુસ્તકાના અનુવાદ પણ કર્યો હતા. ઉર્દૂ જબાન ઉપર તેમને સારી પેઠે કાબુ હતા, તે ઉર્દૂ નાટક કંપનીઓમાં કામ કરવાને લીધે હતા. લેખનવ્યવસાયમાં તેમને ‘ગુજરાતી’ના તંત્રી સ્વ. ચ્છિારામ દેસાઇએ સારા ટકા આપ્યા હતા. ‘ગુજરાતી'ના ઐતિહાસિક નવલકથાનાં ભેટ પુસ્તકા તથા ચાલુ સાંસારિક વાર્તાના લેખનથી તેમની કલમે સારી પેઠે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમની કલમના એક મોટા વાચક વર્ગ પણ તેથી જ ઊભેા થવા પામ્યા હતા. તે કાળે લેખનવ્યવસાય ઉપર નિર્વાહ કરનારા ગણ્યાગાંઠા ગુજરાતી લેખકામાંના મુખ્ય ઠકકર નારાયણ હતા.
'ગુજરાતી' કાર્યાલયની ઊતરતી કળા થતાં અને સાહિત્યનિર્માણમાં નવીનતર દૃષ્ટિનું આગમન થતાં તેમની કલમનું આકર્ષણુ જનતામાં ઓછું થવા પામ્યું, ત્યારે તેમણે ‘હિંદું ગૌરવ ગ્રંથમાળા’ બહાર પાડીને હિંદુત્વને લગતાં પુસ્તકા બહાર પાડવાં હતાં. તે ઉપરાંત તેમણે લૈાહાણા કામનું એક સાપ્તાહિક પત્ર હાથમાં લીધું હતું અને લૈાહાણા કામના નામાંકિત પુરુષાનાં જીવનચરિત્રા એકત્ર કરી એક મેટા ગ્રંથ તૈયાર કરવાનું કામ આરંભ્યું હતું. એ કામ છેવટે અધૂરું જ રહેવા પામ્યું હતું. એક જ રાતમાં હ્રદય અંધ પડવાની બિમારીને લીધે તેમનું અવસાન મુંબઈમાં થયું હતું. તેમની પહેલી સદ્ગત પત્નીનું નામ ગંગાબાઈ હતું, અને બીજી પત્નીનું નામ રાધાબાઈ હતું.
તેમનાં બહાર પડેલાં પુસ્તઢાની સંખ્યા સેા ઉપરાંતની છે. તે ઉપરાંત પચીસેક અપ્રસિદ્ધ પુસ્તકા ‘ગુજરાતી ' કાર્યાલય પાસે છે. સામિયક્રામાં બહાર પડેલી પણ ગ્રંથારૂઢ નહિ થયેલી તેમની કૃતિઓ પણ પચીસેક ઢાવાના સંભવ છે. ઐતિહાસિક નવલકથા, સાંસારિક નવલકથા, ટૂંકી વાર્તા, કવિતા, નાટક, ધર્મ અને તત્ત્વજ્ઞાન, દાંપત્ય વિજ્ઞાન, ઈત્યાદ્ધિ અનેક પ્રકા