Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિત્તાવલિ-વિમાન ગ્રંથકારા
દેવકૃષ્ણ પીતાંબર જોષી શ્રી. દેવકૃષ્ણ પીતાંબર જોષીનો જન્મ તા. ૫-૧-૧૮૯૨ ના રોજ તેમના વતનના ગામ ગણા (ભાવનગર રાજ્ય)માં થયો હતો. તેમના પિતાનું નામ પીતાંબર નારાયણ જોષી અને માતાનું નામ પાવંતીબા વાલજી. ન્યાત તે ઔદીચ્ય બ્રાહ્મણ છે. ' - તેમણે સાત ધોરણ સુધી પ્રાથમિક અને અંગ્રેજી સાત ધોરણ સુધી માધ્યમિક કેળવણી લીધી છે. તેમણે રેલ્વેની નોકરીથી વ્યવસાયની શરૂઆત કરેલી તેમાં સ્ટેશન માસ્તરની પદવી સુધી ચડેલા. પછી અંગ્યોપશિયન કંપની (ઇરાન-આબાદાન)માં તે તાર માસ્તર તરીકે રહ્યા હતા; હાલમાં ભાવનગરની સરકારી તાર ઓફીસમાં તાર માસ્તર તરીકે કામ કરે છે.
તેમના પિતા પીતાંબર જોષી વિદ્યાવ્યાસંગી, હાજરજવાબી અને રમૂજી સ્વભાવના હતા. પિતા તરફથી તેમને સાહિત્યપ્રેમને વારસો મળેલો. નાની વયમાં ભડલીમાં કાઠી કુટુંબ સાથેના વસવાટથી અને ઈરાનમાં નોકરી દરમિયાન દેશ-દેશના વતનીઓ સાથેના પરિચયથી તેમના માં ધાર્મિક સહિષ્ણુતા તથા સ્વદેશપ્રેમ ઊતરેલાં. કટાક્ષયુક્ત અને રમૂજી કવિતાઓ તેમણે ઠીક ઠીક પ્રમાણમાં લખી છે જેનું એક પુસ્તક “કટાક્ષ કાવ્યો” ૧૯૪૨માં પ્રસિદ્ધ થયું છે. તે ઉપરાંત સામયિક પત્રમાં ઘણું વર્ષોથી તે પ્રકીર્ણ કવિતાઓ લખે છે.
તેમનું લગ્ન સને ૧૯૧૩માં શ્રી. કાશીબાઈ વેરે નેસડા ગામે (સિહોર) થએલું; તેમનાથી તેમને ચાર પુત્રો અને બે પુત્રીઓ થયાં છે. મોટો પુત્ર સોનગઢમાં ટેલરિંગ સ્કૂલમાં શિક્ષક છે.
પ્રહૂલાદ જેઠાલાલ પારેખ કમળ લાગણીઝંકાર અને નવી વિચારતણખવાળાં તેમ જ શાતિનિકેતનમાંના પિતાના અભ્યાસને કારણે ઊતરેલી રવીન્દ્રનાથની ગેયતાની અસરવાળાં કાવ્યો તથા ગીતેના આ નવયુવાન લેખકનો જન્મ ભાવનગરમાં પિરવાડ વણિક જ્ઞાતિમાં ઈ. સ. ૧૯૧૨ ના ઓકટોબરની ૧૨ મી તારીખે–દીવાળીને દિવસે થયો હતો. એમના પિતાનું નામ જેઠાલાલ દુર્લભજી પારેખ અને માતાનું નામ મેનાલમી ગોપાળજી પારેખ. એમનું લગ્ન શ્રી. રંજનબાળા જોડે થયું છે.
૧૬ - - -