Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 385
________________ ૧૪ • ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ ઇ. સ. ૧૯૧૯માં એરપાડમાં શ્રી. હરવિલાસબેન ગાંડાભાઈ ભટ્ટ જોડે એમનું લગ્ન થયું. એમને એક પુત્ર અને બે પુત્રીઓ છે. એમનાં પુસ્તકની સાલવાર યાદીઃ જોસેફ પિસુકી” (પિલાંડને તારણહાર) ૧૯૩૭ “સફરનું સખ્ય” (કાવ્યો) “કેસુડા અને સોનેરૂ સ્થા જાઉ?” (કાવ્યો) ૧૯૪૧ ૧૯૪૦ હરિહર પ્રાણશંકર ભટ્ટ શ્રી. હરિહર ભટ્ટને જન્મ સં. ૧૫૧ ના વૈશાખ સુદી ૭ (તા. ૩૦-૪-૧૮૯૫) ના રોજ કાઠિયાવાડના જાળીલા ગામે થયો હતે. તેમના પિતાનું નામ પ્રાણશંકર વિઠ્ઠલજી ભટ્ટ અને માતાનું નામ પાર્વતી માધવજી ભટ્ટ. તેમનું મૂળ વતન અમદાવાદ છે અને ન્યાતે આદીચ્ય બ્રાહ્મણ છે. તેમનું લગ્ન ૧૯૧૬ માં કુંડલામાં શ્રીમતી કસ્તૂરબાઈ સાથે થએલું. કુંડલામાં પ્રાથમિક કેળવણી લીધા બાદ ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક કેળવણી લીધી હતી. મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરીને તેમણે બી. એ.ની ડિગ્રી મેળવી હતી. શિક્ષણકાર્ય એ એમને મુખ્ય વ્યવસાય છે અને લેખન એ ગૌણ વ્યવસાય છે. ગણિત અને ખગોળવિદ્યા એમના અભ્યાસના પ્રિય વિષે છે. કાવ્યમાં તે સારી પેઠે રસ ધરાવે છે અને સારી કવિતા પણ લખે છે. ગાંધીજીનું જીવન અને ભગવદ્ગીતાની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે. તેમની પ્રથમ કૃતિ “જિત પfમાષr' ઈ. સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ થએલી. ત્યારપછી બહાર પડેલાં તેમનાં મૌલિક પુસ્તકે નીચે મુજબ છે - “સાયન પંચાંગ”નું પ્રથમ પ્રકાશન ૧૯૨૪ માં થએલું, તે દર વર્ષે નિયમિત રીતે બહાર પડ્યા કરે છે. હૃદયરંગ' (૧૯૩૪), ખગળ ગણિત’ ભાગ ૧ (૧૯૩૫), ભાગ ૨ (૧૯૩૬) અને ભાગ ૩ (૧૯૩૭). એ ઉપરાંત શ્રી. કિશોરીલાલ સડાના કૃત ભૂગોળનાં પુસ્તકેના તેમણે કરેલા અનુવાદોઃ આપણું ઘર પૃથ્વી” (૧૯૩૮), “અર્વાચીન ભૂગોળ ભાગ ૧ (૧૯૩૯), ભાગ ૨ (૧૯૪૦), ભાગ ૩ (૧૯૪૧), ભાગ ૪ (૧૯૪૨).

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388