Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકારચરિતાવલિ-વિધમાન ગ્રંથકારા
૧૪૫
મળે છે. એમના પ્રથમ ગ્રંથ કલા કે લક્ષ્મી' ઇ. સ. ૧૯૧૩માં મહાર પડચો, ત્યારથી આજસુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી છે. એમની કૃતિએની વર્ષવાર યાદી નીચે મુજબ છેઃ
ચૈતન્યકુમાર (નાટક) પ્રથમ ભજવાયું ૧૯૦૭-૮ (કાઠિયાવાડી નાટક મંડળી) ભદ્રાભામિની (શામળભટ્ટની વાર્તા પરથી) ૧૯૦૯.
કલા કે લક્ષ્મી (Woman & the Artistને અનુવાદ) પ્રકાશન ૧૯૧૩ સાચેા સંન્યાસ (નાટક) પ્રથમ ભજવાયું ૧૯૨૦ (રૉયલ નાટક મંડળી ) વીરનારી આશા ૧૯૨૫ ( મુંબઈ સુખાધ )
,,
""
..
""
99
હરિશ્ચન્દ્ર ભગવતીશંકર ભટ્ટ
તેઓ મૂળ સુરત જિલ્લાના એરપાડ ગામના માતાળા બ્રાહ્મણુ. એમનેા જન્મ ઇ. સ. ૧૯૦૬ ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે અમદાવાદમાં થયે, અને બાળપણથી આજ લગીનું સમસ્ત જીવન મુંબઇમાં વીત્યું છે. એમના પિતાનું નામ ભગવતીશંકર ભવાનીશંકર ભટ્ટ અને માતાનું નામ ધીરજબહેન.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઇમાં લઇ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જવાની તૈયારી પિતાના અવસાનને લીધે પડતી મૂકી નેાકરી લેવી પડેલી, છતાં અભ્યાસના અનુરામને લીધે એ નેકરી સાથે એક વર્ષ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરેલ્રા. ઉપરાંત હાઇસ્કૂલના શિક્ષણ દરમ્યાન સાથે સાથે જૂની ઢબ પ્રમાણે સંસ્કૃત અને વેદાધ્યયન શીખવાના પણ પ્રયત્ન કરેàા.
કુટુંબપાષણને માટે નાકરી અર્થે અભ્યાસ છેાડી દીધેલે! હાવા છતાં વાચના નાદ એમને એટલેા તીવ્ર છે કે કાવ્ય, રાજકારણુ, સંસ્કૃતિ, ઇતિહાસ, કલાવિવેચન વગેરેનાં યુરેાપી સાહિત્યનાં ધણાંખરાં પુસ્તકાથી તે પરિચિત છે અને તેની અદ્યતન માહિતી તેમની પાસેથી મળી શકે. તેમાં પણ સ્લાવ સાહિત્ય અને સંસ્કૃતિ (મુખ્યત્વે પેાલાંડ વિષે ) ના એમને અભ્યાસ એટલા ખાળેા છે કે પેાલાંડ વિષે પાતે વાંચેલાં પુસ્તકાની યાદી મુંબઇમાંના પેાલાંડના એલચીને મેકલીને વિશેષ પુસ્તાનાં નામ મેળવવા માટે એમને મળવા ગયા ત્યારે એ એલચીએ કહેલું કે પેાલાંડ વિષે મારા કરતાં પણ તમે વધારે પુસ્તક વાંચ્યાં છે! આ ઉપરાંત તે કલાના અભ્યાસી ને રસિક ભાતા છે અને રૂપસુંદર ગ્રંથવિધાનમાં એમને દૃષ્ટિ છે, પણ એમને પ્રિય વિષય સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યેા છે.