Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 383
________________ ૧૪૪ - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સાહિત્ય અને તત્ત્વજ્ઞાન એ એમના નિત્ય અભ્યાસના વિષય છે. તત્વજ્ઞાનમાં શ્રી. ગોદડિયા સ્વામીના, થીએફીમાં શ્રી. હરજીવન કાલિદાસ મહેતાના સંસર્ગની પિતાના જીવન પર પ્રબળ અસર પડી હોવાનું તેઓ સ્વીકારે છે. એ ઉપરાંત જે રાજ્યના પિતે રાજ્યકવિ છે તેના મહારાજા ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી અને પ્રધાન સર પ્રભાશંકરની અસરને પણ ઋણસ્વીકાર કરે છે. ઈ. સ. ૧૯રરમાં એમને પહેલો ગ્રંથ શ્રેયસ' બહાર પડયો. એમની કૃતિઓની સંપૂર્ણ યાદી નીચે પ્રમાણે છેઃ શ્રેયસ (૧૯૨૨), વિય કાન્ત વલ્લરી (૧૯૨૫), કૃષ્ણકુમાર કાવ્યગ્રંથ (૧૯૩૧), દેવીસ્તુતિ (૧૯૩૬), હરદાન કાવ્ય ભાગ ૧ (૧૯૭૯), કૃષ્ણ મહારાજ કાવ્યગ્રંથ (૧૯૪૦), શક્તિદેહા શતક (૧૯૪૧). હરિલાલ મૂળશંકર મૂળાણી ગુજરાતને સંખ્યાબંધ લોકપ્રિય દશ્ય નાટકે આપવા માટે પંકાએલા પિતાના આ પુત્ર પણ એ જ દિશામાં-દશ્ય નાટક આપનાર તેમજ જાણીતાં સામયિકમાં વિવિધ સાહિત્યપ્રકારના અને મુખ્યત્વે વિજ્ઞાનના લેખે આપનાર તરીકે જાણીતા છે. જાણીતા નાટયલેખક શ્રી, મૂળશંકર મૂળાણીને ત્યાં, કાઠિયાવાડમાં અમરેલી મુકામે, પ્રારા જ્ઞાતિમાં, ઈ. સ. ૧૮૯૧ ના સપ્ટેમ્બરની ૨૭ મી તારીખે એમને જન્મ થયો. એમનાં માતાનું નામ કૃષ્ણ પ્રજારામ ભટ્ટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને ઈ.સ. ૧૯૦૬માં ત્યાંની ન્યૂ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થઈ વિલ્સન કોલેજમાં એમણે વિજ્ઞાનને અભ્યાસ કર્યો, બી. એસ. સી. વર્ગમાં ઑલરશિપ મેળવી અને મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ એમ. એસ. સી. તરીકે ૧૯૧૬ ઉત્તીર્ણ થયા. આજે તેઓ કાનપુરના હાકેર્ટ બટલર ટેફલેજિકલ ઇન્સ્ટીટ્યૂટમાં ઓઈલ ટેફલોછમાં લેકચરર છે. એમનું લગ્ન ઈ.સ. ૧૯૦૭માં કાઠિયાવાડમાં સાવરકુંડલા મુકામે થયું છે. એમની પત્નીનું નામ સૌ. કુન્દનલક્ષ્મી. એમને બે પુત્ર અને બે પુત્રી એમ ચાર બાળકે છે. - સાહિત્ય અને રસાયણવિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. અને તેની પ્રતીતિ આપણને તેમનાં વિવિધ સંખ્યાબંધ લખાણમાંથી

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388