Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર સરિતાવલિ - વિદ્યમાન ગ્રંથકારી
૧૨
મેળવ્યેા ) કરી બહાર પાડયું; અને ગુજરાતી પ્રકાશતાના ઇતિહાસમાં સાધનસામગ્રી અને પ્રકાશ બંનેની દૃષ્ટિએ સમૃદ્ધ એવું એ એમનું પ્રથમ જ પુસ્તક એમને કીતિદા બન્યું,
આ સફળતાથી પ્રેરાઈ ને એમણે એ જ વિષયના અભ્યાસ તથા સાહિત્યલેખન અને પ્રકાશનને પેાતાના વ્યવસાય બનાવી દીધા. જૈનાશ્રિત સ્થાપત્ય તથા કલા ઉપરાંત મંત્રશાસ્ત્રના પણ તે સારા અભ્યાસી છે; અને ‘શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ’, ‘શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર–મંત્રતંત્ર—કલ્પાદિ સંગ્રહ’ આદિ જેવાં પુસ્તકા પ્રકાશિત કર્યાં છે. ચિત્રકલ્પદ્રુમ જેવું જ સમૃદ્ધ એમનું ખીજાં પ્રકાશન, જૈનાનું કલ્પસૂત્ર (બારસાસૂત્ર) સંપાદિત કરીને સુંદર સુશેાંભના તથા ચિત્રા સાથે ‘ચિત્રકલ્પસૂત્ર' નામથી ઈ. સ. ૧૯૪૧ માં બહાર પાડયું.
સંવત ૧૯૮૨માં અમદાવાદમાં એમનું લગ્ન થએલું. એમનાં પત્નીનું નામ લીલાવતીએન નવાબ છે. એમને એક પુત્ર અને બે પુત્રી હયાત છે. હાલ તેઓ આણંદજી કલ્યાણુજીની વિખ્યાત જૈન પેઢી તરફથી ચાલતા “જૈન ડિરેકટરી”ના વિભાગનું સંચાલન કરે છે. ઉપર જણાવેલાં જૈન કલા ઉપરાંત પેાતાની સંપાદિત કરેલી જૈન પ્રાચીન સાહિત્યાહાર ગ્રંથાવલિ”માં બધાં મળીને એમણે ૨૦ પુસ્તકા આજસુધીમાં પ્રકટ કર્યાં છે.
સંપાદ્દિત પુસ્તકાઃ—જૈન ચિત્રકલ્પદ્રુમ (ઇ. સ. ૧૯૩૬), મહાપ્રાભાવિક નવસ્મરણુ (ઇ. સ. ૧૯૩૮), શ્રી ઘંટાકર્ણ—માણિભદ્ર-મંત્રતંત્ર-કલ્પાદિ સંગ્રહ, ૧૧પ૧ સ્તવનમંજૂષા, શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ, શ્રી જિનદર્શન ચેાવીશી, શ્રી જૈન નિત્યપાઠ સંગ્રહ (ઈ. સ. ૧૯૪૧), અનુભવસિદ્ધ મંત્રખત્રીશી, આકાશગામિની પાદક્ષેપ વિધિકલ્પ, મણિકલ્પ યાને રત્નપરીક્ષા, ચિત્રકલ્પસૂત્ર (ઇ. સ. ૧૯૪૧), ભારતનાં જૈન તીર્થી અને તેનાં શિલ્પસ્થાપત્ય (ઈ. સ. ૧૯૪૨).
પ્રકાશિત પુસ્તકાઃ—જૈન સ્તેાત્રસંગ્રહ ભાગ ૧ (ઇ. સ. ૧૯૩૨), જૈન સ્તેાત્રસંદેાહ ભાગ ૨ ઊર્ફે મંત્રાધિરાજ ચિંતામણિ, અનેકાર્થ સાહિત્યસંગ્રહ ભાગ ૧, શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ, મહાચમત્કારિઢ વિશાયંત્રકલ્પ ઔર હેમકલ્પ, કામવિજેતા સ્થૂલિભદ્ર ( ઇ. સ. ૧૯૪૦), મહર્ષિ મેતારજ (ઈ. સ. ૧૯૪૧), ઉપસર્ગહર યંત્ર વિધિ સહિત.
હરગાવિદ પ્રેમશંકર ત્રિવેદી
કાઠિયાવાડની જૂની વાર્તાઓ' ના બે ભાગ દ્વારા એ પ્રાંતનું ઢાકસાહિત્ય સૌ પહેલું–શ્રી. મેધાણીની પણ અગાઉ—ગ્રંથસ્થ કરીને બહાર મૂકનાર તરીકે જાણીતા થએલા અને ‘મસ્ત કવિ' ત્રિભુવન પ્રેમશંકરના