Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
શ્રેથકાર-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે
તેમણે લખેલાં પુસ્તકમાંનાં મુખ્ય નીચે મુજબ છેઃ
(૧) દુનિયાને સૌથી પ્રાચીન ધર્મ (૧૯૦૨), (૨) મતની ખીણ (૧૯૦૩), (૩) પારસમણિ–Wil-Power (૧૯૨૦), (૪) વિજયકળા-Art of Success (૧૯૨૩), (૫) હિપ્નોટિઝમ અથવા જીવતું વશીકરણ (૧૯૨૫). છેલ્લું પુસ્તક માનસવિદ્યાઓના તેમના વિશાળ અભ્યાસના ફળરૂપ છે.
તેમનું પહેલું લગ્ન સં. ૧૯૬૨માં ચુનીલાલ છગનચંદ શ્રોફનાં પુત્રી રતનબાઈ સાથે થએલું અને તેમનું અવસાન થતાં બીજું લગ્ન સં. ૧૯૬૭ માં શેઠ ડાહ્યાભાઈ કરમચંદનાં પુત્રી ગુલાબબાઈ સાથે થયું હતું. સં. ૧૯૯૫ માં બીજાં પત્ની પણ અવસાન પામ્યાં છે.
સાકરલાલ મગનલાલ કાપડિયા શ્રી. સાકરલાલ મગનલાલ કાપડિયા (મધુકર) મૂળે પારડી (જી.સુરત) ના મોઢ વણિક છે. તેમનાં માતાનું નામ હીરાબાઈ. તેમને જન્મ સં. ૧૯૫૩માં થએલો. ઈ. સ. ૧૯૨૪માં તેમનું લગ્ન થએલું. પત્નીનું નામ વીરમતી. પારડીમાં પ્રાથમિક કેળવણું લીધા પછી અંગ્રેજી કેળવણું શાળામાં ભણુને તેમણે માત્ર ૩ ધોરણ સુધી જ લીધેલી; પરન્તુ ખંત અને ખાનગી અભ્યાસને જેરે તેમણે પોતાનું અંગ્રેજી જ્ઞાન એટલું વધાર્યું છે કે તાજેતરમાં તેમણે અમેરિકાના પ્રૌઢશિક્ષણપ્રચારના નિષ્ણુત મી. ડેલ કારનેગીના ગ્રંથ How to win friends and influence people એ નામના અંગ્રેજી ગ્રંથનો અનુવાદ કર્યો છે જે મેસર્સ ડી. બી. તારાપારવાળાએ પ્રસિદ્ધ કર્યો છે. એ ઉપરાંત બીજાં ઘણું પુસ્તકે તેમણે અંગ્રેજી ભાષાના ગ્રંથને આધાર લઈને લખ્યાં છે.
તેમને મુખ્ય વ્યવસાય પત્રકારિત્વ છે. છેલ્લાં ૨૦ વર્ષથી તે “જામે જમશેદ'ના તંત્રી ખાતામાં કામ કરે છે. તેમના જીવન પર વિશિષ્ટ અસર મીસીસ બેસંટ અને ગાંધીજીની થઈ છે પરંતુ તે આછી છે, ઘેરી નથી, એમ તેમનું કહેવું છે. અત્યારનું પિતાનું જીવન જડ યંત્રવત્ છે એવું તે માની અનુભવી રહ્યા છે.
તેમનું પહેલું પુસ્તક “કમનસીબ લીલા” ઈ. સ. ૧૯૧૭માં બહાર પડેલું. ત્યારપછીનાં તેમનાં બીજાં પુસ્તકોમાં “લોહીને વેપાર” અને “ધીખતે જ્વાળામુખી” એ બે નવલકથાનાં પુસ્તકે મૌલિક છે અને બાકીનાં નવલકથાનાં પુસ્તકો અનુવાદ કે અનુકરણરૂપ છે. પુસ્તકેની નામાવલિ નીચે મુજબ