Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 376
________________ ગ્રંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકારે ૧૭. અંગ્રેજી પુસ્તક હતાં; જામનગરમાં પિતાએ પણ અદ્યતન ગુજરાતી પુસ્તકો વસાવેલાં એટલે સાહિત્યસંસ્કાર બાળપણથી જ પડયા હતા. એ વાચનમાં બાયરન અને ગર્લીએ ખૂબ અસર કરી. સાહિત્ય પ્રત્યે અનુરાગ હાવા છતાં ભૂગોળ અને વિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષય છે. ઈ. સ. ૧૯૩૬ માં સ્વ. કવિ કાન્તનાં પુત્રી ડોલર જે. એમનું લગ્ન થયું. આજે તેઓ મુંબાઈના ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્મમાં કામ કરે છે. એમનાં પુસ્તકો “ અચલા” (લાંબું પ્રણયકાવ્ય) ૧૯૩૭, “વિનાશના અંશે, માયા” (બે લાંબાં કથાકાવ્યો) ૧૯૩૮, “શોધ” (“મેહન શુકલ ને નામે લખેલી લાંબી વાર્તા) ૧૯૩૯, “અજપાની માધુરી” (કાવ્યસંચય) ૧૯૪૧. શિકરલાલ ગંગાશંકર શાસ્ત્રી શ્રી. શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રીને જન્મ તા. ૨-૫-૧૯૦૨ ના રોજ ચુણેલ (તા. નડીયાદ)માં થએલો. તે ન્યાતે સાઠેદરા નાગર છે. તેમના વતનનું ગામ મલાતજ છે. તેમના પિતાનું નામ ગંગાશંકર વ્રજલાલ શાસ્ત્રી અને માતુશ્રીનું નામ રમણીબા. શ્રી. શંકરલાલનું લગ્ન ઈ. સ. ૧૯૨૪ માં શ્રી. શારદાગૌરી ભાઈલાલ પંડ્યા સાથે કાસોરમાં થએલું. શ્રી. શંકરલાલે પ્રાથમિક કેળવણુ મલાતજમાં લઈને વન. ફાયનલની પરીક્ષા ઊંચા નંબરે પાસ કરી ઇનામ મેળવેલું. ઈ. સ. ૧૯૧૯ માં તે સોજીત્રા હાઈસ્કૂલમાંથી મેટ્રિક થએલા. ત્યારપછી બી. એ. સુધીનો અભ્યાસ તેમણે ગુજરાત કેલેજમાં કરેલો. બી. એ. નાં બે વર્ષમાં તેમણે સરકારી મેરિટ સ્કોલરશીપ મેળવેલી અને બી.એ. ની પરીક્ષામાં પહેો વર્ગ મેળવ્યો હતો. ૧૯૨૫ માં તે સંસ્કૃત અને ગુજરાતી લઈને એમ. એ. થયા હતા, અને ૧૯૨૯માં એલ. એલ. બી. થયા હતા. - ઈ. સ. ૧૯૩૨ ની સાલથી તે જુનાગઢની કોલેજમાં અધ્યાપક છે. ઇતિહાસ અને પુરાતત્ત્વ એ તેમના રસ તથા અભ્યાસના વિષય છે. સ્વામી વિવેકાનંદ તથા રામતીર્થનાં પુસ્તકે, દી. બા. કેશવલાલ ધ્રુવ, પ્રે. કે. વી. અભંકર, અને પ્રો. ફિરોજ દાવર વગેરેનો સંપર્ક એ તેમના જીવન ઉપર ખાસ અસર કરનારા ગ્રંથો તથા વ્યક્તિઓ છે. પ્રાયટરી હાઇસ્કૂલમાં ચારેક વર્ષ તેમણે શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું અને પછી થોડો વખત અમદાવાદમાં વકીલન વ્યવસાય કરેલો. ૧૮ --—---

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388