Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ જુનાગઢની કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી ૧૯૩૯-૪૦માં તેમણે જુનાગઢના યુવરાજના શિક્ષક તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪ માં તેમણે સ્વ. વ્રજલાલ શાસ્ત્રીનું રસગંગા સંપાદિત કરી પ્રસિદ્ધ કરેલું તે તેમનું પહેલું પ્રકાશન હતું. તેમનાં બીજાં પુસ્તકો મુખ્યત્વે કરીને વિવેચનેનાં તથા સાક્ષરોના સમભાવી જીવનચરિત્રનાં છે. તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે:
(૧) રસગંગા (વ્રજલાલ શાસ્ત્રીકૃત) ઇ. સ. ૧૯૩૪ (૨) સાહિત્યને એવાથી
, ૧૯૩૮ (૩) સાહિત્યદ્રષ્ટાને
, ૧૯૪૧ (૪) પાનદાની (નવલિકાઓ) , ૧૯૪૧
સાહિત્યને એવાથી” એ પુસ્તક ૧૯૩૯-૪૦ ફર્સ્ટ ઈયર આ અને કોમર્સ માટે પાય પુસ્તક તરીકે મંજુર થયું હતું.
સાકરચંદ માણેકચંદ ઘડિયાળી શ્રી. સાકરચંદ માણેકચંદ ઘડિયાળીનો જન્મ સુરતમાં તા. ૧૭-૧૧-૧૮૭૭ ના રોજ થયો હતો. તેમનાં માતાનું નામ ઇચછાબહેન હતું. અમદાવાદની વિસાશ્રીમાળી જૈન જ્ઞાતિમાં તે હતા. શ્રી. સાકરચંદના પિતામહ મેતીચંદ
જ્યચંદ આશરે ૧૫૦ વર્ષ પૂર્વે અમદાવાદથી સુરતમાં આવી વસ્યા હતા. શ્રી. માણેકચંદ પહેલાં ઝવેરાતનું કામકાજ કરતા અને પાછળથી ઘડિયાળોને વેપાર શરુ કર્યો ત્યારથી તેમની અટક ઘડિયાળી તરીકે સ્થપાઈ હતી.
શ્રી. સાકરચંદ ઘડિયાળીએ પ્રાથમિક અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. ચૌદ વર્ષની વયે મેટ્રિકની પરીક્ષા પસાર કરીને તે મુંબઈમાં વિલ્સન કોલેજમાં અભ્યાસ માટે દાખલ થયા હતા. બી.એ.ની પરીક્ષામાં બે વખત નાપાસ થવાથી અભ્યાસ છોડી દઈને તે દૈનિક અખબારે સોદાગર 'ના તંત્રીખાતામાં જોડાયા હતા.
જૈન છે. કેન્ફરન્સને જન્મ આપવાના યત્નમાં જેઓએ મુખ્ય ભાગ લીધે હવે તેમાંના એક શ્રી. ઘડિયાળી પણ હતા. કેટલાંક જૈન મંડળના તે સભ્ય હતા અને કેટલાકના મંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. “અખબારે સોદાગર” ઉપરાંત “મુંબઈ સમાચાર”માં, “હિંદુસ્તાનમાં અને “સાંજ વર્તમાનમાં પણ તેમણે કેટલોક વખત તાલીમ લીધી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી “મુંબઈ સમાચાર પત્રમાં તે “જૈને ચર્ચા”ના કલમનું સંપાદન કરે છે.