Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
- ગ્રંથ અને સંથકાર પુ. ૯ રામનારાયણ નાગરદાસ પાઠક " શ્રી. રામનારાયણ નાગરદાસ પાઠકને જન્મ સંવત ૧૯૬૧ ના મહા વદ ૪ ના રોજ ધોળકા તાલુકાના તેમના વતનના ગામ ભોળાદમાં થયો હતું. તેમના પિતાજીનું નામ નાગરદાસ છગનલાલ પાઠક અને માતાનું નામ સંતકબાઈ ન્યાતે તે પ્રશ્નારા નાગર બ્રાહ્મણ છે. ઈ. સ. ૧૯૩૬ માં તેમનું લગ્ન મુંબઈમાં સૌ. નર્મદાબાઈ સાથે થએલું. તેમને બે પુત્રીઓ છે.
ગામઠી શાળામાં સાત ગુજરાતી ધોરણ સુધી પ્રાથમિક કેળવણી લીધા બાદ તેમણે લાઠીની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતને અભ્યાસ લઇ કૌમુદી સુધી કરેલો. પછી વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અંગ્રેજીને બદલે હિંદી ભાષા લઈને તે વિનીત થએલા.
શિક્ષણ અને લેખન એ એમના વ્યવસાયો છે. સંસ્કૃત કાવ્યસાહિત્ય અને લોકસાહિત્ય એમના પ્રિય અભ્યાસવિષયો છે. ગાંધીજી અને ચમનલાલ વેણુવતી તેમના જીવન ઉપર પ્રબળ અસર છે. તેમની નવલકથાઓમાં અમે નવલિકાઓ વગેરેમાં રાષ્ટ્રીય વિચારસરણની મરમ સુવાસ પ્રસરેલી છે. - તેમનું પ્રથમ પુસ્તક . સ. ૧૯૨૫માં “ભારતના ભડવીરે' લખાયેલું અને ૧૯૨૮માં પ્રસિદ્ધ થએલું. ત્યારપછી તેમની જે સાહિત્યકૃતિઓ પ્રસિદ્ધ થઈ છે તેની નામાવલિ નીચે મુજબ છેઃ
“છેટાં રે'જે માબાપ' (૧૯૨૯), “વેઠને વારે' (૧૯૨૯), પચાસ વર્ષ પછી ૧૯૩૧), “ચાર પ્રવાસો (૧૯૩૪), “કાળા પાણીને પેલે પાર' (૧૯૩૫), “યુગાવતાર ગાંધી ભાગ ૧-૨-૩ (૧૯૩૬), “આવતી કાલ” (૧૯૩૭), “જગતને તાત' (૧૯૭૮), “રાજકેટને સત્યાગ્રહ' (૧૯૩૯), પ્રવાસ પત્રા' (૧૯૩૯), માનવતાનાં મૂલ' (૧૯૪૧), ખાંડાની ધાર' (૧૯૪૧).
લક્ષ્મીનારાયણ રણછોડલાલ વ્યાસ (સ્વમસ્થ’)
રાજકેટમાં ઈ. સ. ૧૯૧૩ના નવેમ્બરની ૧૩ મી તારીખે (કાર્તિક પૂણિમાએ) એમને જન્મ થયે. તેઓ મૂળ જામનગરના પ્રારા બ્રાહ્મણ અને એમના પિતાનું નામ રણછોડલાલ કેશવલાલ વ્યાસ. માતાનું નામ સ્વ. સી. રુકિમણી પાર્વતીપ્રસાદ વૈદ્ય, જામનગરના જાણીતા સંગીતવેત્તા આદિત્યરામજી એમના પ્રપિતામહ થાય.
એમને ઉછેર અને પ્રાથમિક શિક્ષણ મેસાળમાં–રાજકોટમાં જ થયાં. ત્યાં નાના, નાની, બંને ભામા, બધાં કવિતા રચતાં અને ઘરમાં કાવ્યોનાં