Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 373
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તૈયબ માળિયાવાળા. ઈ.સ. ૧૯૭૬ ની ૩૧મી ડિસેમ્બરે એમનું પ્રથમ લગ્ન નરબાન ઈસ્માઈલ સાથે થયું, પરંતુ ૧૯૪૦ના મે માસમાં નરબાનુનું અવસાન થતાં એ વર્ષના નવેમ્બરમાં એમનું બીજું લગ્ન મોરબીના જાણીતા શહેરી શેઠ હાજી મૂસા આરબીની પુત્રી દુરબાન સાથે થયું. એમના પિતાને ઉજજેન (માળવા) ખાતે ઝવેરાતને વેપાર હતું, એટલે ત્યાંની કોમર્શિયલ સ્કૂલમાં એમણે ગુજરાતી અને હિન્દીનું શિક્ષણ લીધું. બુદ્ધિ તેજસ્વી હોવાથી અભ્યાસમાં પ્રથમ જ રહેતા અને પિતાની આર્થિક સ્થિતિ પણ સારી હોવાથી આગળ અભ્યાસની બધી શક્યતાઓ હતી; પરંતુ એ જ અરસામાં ખિલાફત અને અસહકારનું આંદોલન ઊપડતાં, અને પિતા તેમજ મોટા ભાઈએ ચળવળમાં ઉત્સાહભર્યો ભાગ લેતા હતા, એટલે અંગ્રેજી ભણવું હરામ ગણી મદ્રેસાએ-ઈસ્લામિયામાં એમને દાખલ કરવામાં આવ્યા, જ્યાં એમણે ઉર્દૂ અને અરબીનું શિક્ષણ લીધું, પરંતુ એવામાં વતન પાછા ફરવાનું થતાં અભ્યાસ પડતો મૂકો પડ્યોપાછળથી ખાનગી અભ્યાસઠારા એમણે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું જે હજી પણ ચાલુ છે. વાચનને શેખ નાનપણથી જ હતો; અમદાવાદના “દીન પત્રમાં જ્ઞાતિવિષયક ચર્ચાપ લખવાના પ્રારંભથી મનવૃત્તિ લેખન તરફ વળી અને પત્રકારત્વે એમને આકર્ષી. રાંદેરેથી નીકળતા “સાદિક' માસિકમાં એમનાં શરૂનાં લખાણ છપાતાં. તે પછી તક મળતાં ૧૯૩૦માં રાણપુરથી નીકળતા “મુસ્લિમ' અઠવાડિકના સહતંત્રી તરીકે, ૧૯૩૩ માં “મેમણ” સાપ્તાહિક અને “ચાંદ” માસિક જાતે કાઢીને, અને તે બંધ થતાં ૧૯૩૫માં રાજકેટના “મેમણ બુલેટિન’ના સહતંત્રી તરીકે કામ કરતાં એમની કલમ કસાઈ અને છેલ્લી કામગીરીમાં એમનાં લખાણે કપ્રિય થયાં. ૧૯૩૭ના સપ્ટેમ્બરમાં એમણે રાજકોટથી “ઈન્કિલાબ' સાપ્તાહિક પિતે શરુ કર્યું, અને ત્યારબાદ ૧૯૩૮માં બાંટવામાં કેહિનૂર પ્રિ. પ્રેસના મેનેજર તરીકે જોડાયા જે સ્થાને તેઓ હજી છે. પણ પત્રકારત્વ એમને પ્રિય વિષય છે અને યુદ્ધની અગવડ જતાં પિતે ફરી એ શરુ કરવાની ઉમેદ ધરાવે છે. એમના જીવન પર ઈસ્લામના પયગમ્બર મુહમ્મદ (સલ.) ની અને અલામઃ મુહમ્મદ ઈકબાલ તથા મૌલાના મુહમ્મદઅલીનાં લેખન તથા ઉપદેશની પ્રબળ અસર પડી છે અને કુરઆન, મુહમ્મદ ઈકબાલનાં પુસ્તકે એમનાં પ્રેરક બળ છે. સ્વભાવે શરમાળ હેવાથી જાહેરમાં તે ભાગ્યે જ આવે છે. એમનાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે :

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388